Biden Trump Meeting: ચૂંટણી પરિણામો પછી ટ્રમ્પને પ્રથમવાર મળ્યા રાષ્ટ્રપતિ બાઇડન, કહ્યુ- 'વેલકમ બેક'
Biden Trump Meeting: બાઇડને ટ્રમ્પને સત્તાના સરળ અને શાંતિપૂર્ણ હસ્તાંતરણનું વચન પણ આપ્યું હતું.
Biden Trump Meeting: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને બુધવારે (13 નવેમ્બર) ના રોજ વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન બાઇડને ટ્રમ્પનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં બંનેએ શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવાની પ્રક્રિયા હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બાઇડને ટ્રમ્પને સત્તાના સરળ અને શાંતિપૂર્ણ હસ્તાંતરણનું વચન પણ આપ્યું હતું.
Today I met with President-elect Trump in the Oval Office.
— President Biden (@POTUS) November 13, 2024
I look forward to leading a smooth transition and peaceful transfer of power. As I told the President-elect, my team is committed to doing everything we can to ensure the incoming administration has what they need. pic.twitter.com/vDri4HZFE3
વાસ્તવમાં 2020માં ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર બાદ સત્તા સોંપવા સંબંધિત ઘણી મહત્વપૂર્ણ પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું ન હતું. સાથે જ તે સમયે તેમણે બાઇડન પર છેતરપિંડીનો આરોપ લગાવતા વ્હાઇટ હાઉસની મુલાકાત લેવાનું આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, ટ્રમ્પે બાઇડનના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપી ન હતી. જો કે, આ વખતે રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પહોંચ્યા છે અને આ પરંપરાઓને અનુસરવાની પહેલ કરી છે.
ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસનો પરાજય
ઉલ્લેખનીય છે કે બુધવારે (6 નવેમ્બર) રિપબ્લિકન પાર્ટીના નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટી જીત નોંધાવી છે. તેમણે ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને હરાવ્યા હતા. રિપબ્લિકન પાર્ટીના 51 અને ડેમોક્રેટિક પાર્ટીના 42 ઉમેદવારો જીત્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પને 267 વોટ મળ્યા જ્યારે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને 226 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળ્યા હતા.
જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધતા કહ્યું હતું, "અમેરિકાના લોકોનો આભાર. અમે આવો નજારો પહેલા ક્યારેય જોયો નથી. અમે અમારી સરહદોને મજબૂત કરીશું. અમે દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવીશું." ટ્રમ્પે સ્વિંગ સ્ટેટના મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે હું તમારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ. અમને સ્વિંગ રાજ્યના મતદારોનું સમર્થન પણ મળ્યું. આગામી ચાર વર્ષ અમેરિકા માટે સોનેરી સાબિત થવાના છે. જનતાએ અમને ખૂબ જ મજબૂત જનાદેશ આપ્યો છે.