મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
India Russia Relations: તાજેતરમાં જ ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ રશિયાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન રશિયા તરફથી એક નવું યુદ્ધ જહાજ INS તુષિલ ભારતને સોંપવામાં આવ્યું હતું
India Russia Relations: ભારત અને રશિયાની મિત્રતા ઘણી જૂની છે. રશિયાએ મુશ્કેલ સમયમાં ભારતની મદદ કરી છે. આ ભાગીદારીએ તાજેતરમાં અનોખો વળાંક લીધો છે. હવે યૂક્રેન પણ આ ભાગીદારીમાં જોડાઈ ગયું છે.
ત્રણ દેશો વચ્ચે આ એક અનોખી ત્રિકોણીય ભાગીદારી છે, જે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિદ્રશ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભાગીદારી જોઈને અમેરિકા અને ચીન બંને આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણ કે હાલમાં રશિયા અને યૂક્રેન એકબીજા સામે યુદ્ધમાં છે.
રશિયાએ સોંપ્યુ ભારતને નવું યુદ્ધપોત INS તુષિલ
તાજેતરમાં જ ભારતના રક્ષા મંત્રી રાજનાથસિંહ રશિયાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન રશિયા તરફથી એક નવું યુદ્ધ જહાજ INS તુષિલ ભારતને સોંપવામાં આવ્યું હતું. ભારત માટે આ એક મહત્વપૂર્ણ ઘટના છે કારણ કે હાલમાં રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ પછી પણ ભારતને એક નવું યુદ્ધ જહાજ મળ્યું છે. INS તુષિલ એ ક્રિવાક III-વર્ગનું યુદ્ધ જહાજ છે.
તે ભારત માટે રશિયા દ્વારા ડિઝાઇન અને ઉત્પાદન કરવામાં આવ્યું છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તેના પ્રાથમિક એન્જિન, ગેસ ટર્બાઇન, યૂક્રેનમાં બનાવવામાં આવે છે. આ એક અનોખી સ્થિતિ છે કારણ કે ભારતને રશિયન યુદ્ધ જહાજ મળી રહ્યું છે, જેમાં યૂક્રેનિયન એન્જિન છે.
જાણો કઇ રીતે થઇ ભારતની કૂટનીતિક જીત
ભારતની રાજદ્વારી ક્ષમતાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. આ મુશ્કેલ સંજોગોમાં પણ ભારતે રશિયા અને યૂક્રેન સાથે સકારાત્મક સંબંધો જાળવી રાખ્યા છે. જ્યારે હાલમાં બંને દેશો એકબીજા સામે યુદ્ધમાં છે. આ સ્થિતિનો લાભ લઈને ભારતે બંને દેશો પાસેથી સૈન્ય સાધનોની ખરીદી કરી છે. જેના કારણે ભારતને તેની સૈન્ય ક્ષમતા વધારવામાં મદદ મળી છે. આ સાથે જ રશિયા અને યૂક્રેન બંને સાથે ભારતના સંબંધો મજબૂત થયા છે.
જાણો કેમ જરૂરી છે ભારત માટે ભાગીદારી
આ ભાગીદારી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત, રશિયા અને યૂક્રેન, ત્રણેય દેશો હિંદ મહાસાગર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વ્યૂહાત્મક હિતો ધરાવે છે. ચીન આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત, રશિયા અને યૂક્રેન વચ્ચેની આ ભાગીદારી એક સંતુલન શક્તિ તરીકે આગળ આવી શકે છે. વળી, INS તુષિલના સમાવેશથી ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે. આ યુદ્ધ જહાજ અત્યાધુનિક હથિયારો અને સેન્સર સિસ્ટમથી સજ્જ છે.
આ પણ વાંચો