શોધખોળ કરો
અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની રેલી દરમિયાન બોમ્બ વિસ્ફોટ, 24નાં મોત
અફઘાનિસ્તાનના પરવાન પ્રાંતમાં રાષ્ટ્રપતિની એક રેલીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 24 લોકોના મોત થયા છે જ્યારે 32 લોકો ઘાયલ થયા છે.

કાબુલ: અફઘાનિસ્તાનના પરવાન પ્રાંતમાં એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 24 લોકોના મોત થયા છે જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ રાષ્ટ્રપતિ અશરફ ગનીની રેલી દરમિયાન થયો હતો. પરવાન હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર અબ્દૂલ કાસિમ સંગિને કહ્યું કે, મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા નસરત રહીમીએ જણાવ્યું કે હુમલાવર મોટરસાઇકલ પર આવ્યો હતો અને રેલી સ્થળે આવેલા પોલીસ સ્ટેશનને બોમ્બ લગાવીને વિસ્ફોટ કર્યો હતો. જો કે રાષ્ટ્રપતિ અશરફ ગનીને કોઈ ઇજા પહોંચી નથી. અત્યાર સુધી કોઈ પણ આતંકી સમૂહે આ હુમલાની જવાબદારી લીધી નથી.
નર્મદાઃ 'મારે રિવોલ્વર સાથે ફોટો પાડવો છે', અન્ય PSIની રિવોલ્વર લઈ લમણે મારી દીધી ગોળી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
Advertisement
