Boat Accident: મોટી દૂર્ઘટના, નદીમાં ઝાડ સાથે નાવ અથડાઇને તુટતા 100 લોકોના મોત, 97 લાપતા
સીએનએનના અહેવાલ મુજબ, દૂર્ઘટના અંગે સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે અગબોટી ગામમાં કેટલાક લોકો લગ્નમાં ગયા હતા. આ દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.
Nigeria News: નાઇઝિરિયામાં એક મોટી દૂર્ઘટના સામે આવી છે, નાઇઝિરિયા ક્વારામાં સોમવારે વહેલી સવારે નાઈજર નદીમાં એક બૉટ ડૂબી જવાથી મોટી સંખ્યામાં લોકો તણાયા હતા, આમાં લગભગ 100થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. આ દૂર્ઘટનામાં 103 લોકોના મોત થયા છે, અને 97 લોકો ગુમ થયા છે. વળી, 100 લોકોને હેમખેમ બહાર કાઢીને બચાવ કરવામાં આવ્ય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બૉટમાં 300 લોકો સવાર હતા. બધા લગ્ન સમારોહમાંથી પાછા ફરી રહ્યા હતા. આ દૂર્ઘટના અંગે પોલીસે મંગળવારે માહિતી આપી હતી કે હાલમાં ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
ઝાડ સાથે અથડાયા બાદ બોટ પલટી ગઈ -
સીએનએનના અહેવાલ મુજબ, દૂર્ઘટના અંગે સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે અગબોટી ગામમાં કેટલાક લોકો લગ્નમાં ગયા હતા. આ દરમિયાન ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આવામાં લગ્નના કેટલાક મહેમાનોએ ગામ છોડવા માટે બૉટ દ્વારા નદી પાર કરવાનો આશરો લીધો હતો. તે સમયે સામે બૉટ કિનારેથી આબાજુના કિનારા તરફ આવી રહી હતી ત્યારે જ અચાનક બૉટ પાણીમાં રહેલા એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ ગઇ હતી, બૉટ અથડાતા જ તે તુટીને બે ભાગમાં થઇ ગઇ અને તેમાં પાણી ભરાઇ ગયુ હતુ. આ પછી બૉટ ડુબી ગઇ હતી.
મે માં નાઇઝિરિયામાં બૉટ પલટવાથી 15 લોકોના થયા હતા મોત -
આ પહેલા પણ મે મહિનામાં નાઈજીરિયાના સોકૉટોમાં બૉટ પલટી જતાં 15 લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાઈજીરિયાના આ વિસ્તારોમાં બૉટની દૂર્ઘટનાઓ સામાન્ય છે. આ કારણ છે કે અહીંના લોકો સામાન્ય રીતે આવવા-જવા માટે સ્વ-નિર્મિત બૉટનો જ ઉપયોગ કરે છે.
નાઈજીરિયાની એરફોર્સે તાજેતરમાં આતંકી સંગઠન બોકો હરામના ઠેકાણા પર અનેક હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. એરફોર્સે તેના લાઈવ ફૂટેજ પણ જાહેર કર્યા છે. બોકો હરામ પૂર્વ આફ્રિકાનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન છે. આ સંગઠન પ્રદેશના ઘણા દેશોમાં મજબૂત પકડ ધરાવે છે.
બલિયામાં ગંગા નદીમાં બોટ પલટી
બલિયામાં સોમવારે સવારે મોટી બોટ દુર્ઘટના ઘટી હતી. આ બોટ અકસ્માત ફેફના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ માલદેપુર ઘાટ પર થયો હતો. ઘટનામાં અત્યાર સુદીમાં ચાર લોકોના મોત થયા છે. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે આ બોટ દુર્ઘટના બની ત્યારે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. આ અકસ્માતમાં ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગંગા નદીમાં માલ્દેપુર ઘાટથી જઈ રહેલી હોડી અધવચ્ચે પલટી ગઈ હતી. જેમાં ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. મૃત્યુ આંક વધી શકે છે. ઘટના બાદ ત્યાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટના સ્થળ પર હાજર લોકોના કહેવા મુજબ હોડીમાં વધારે લોકો સવાર હતા. આ કારણે હોડી ઉંધી વળી ગઈ હતી. આ તમામ લોકો મુંડન સંસ્કારમાં સામેલ થવા જઈ રહ્યા હતા. હોડી પલટી ગયા બાદ કેટલાક લોકો જાતે તરીને બહાર આવ્યા હતા. હોડી પલટ્યા બાદ સ્થાનિકો આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.