શોધખોળ કરો

અફઘાનિસ્તાનમાં સ્થિતિ એકદમ ખરાબ, કાબુલ એરપોર્ટ મચેલી ભાગદોડમાં 7 અફઘાન નાગરિકોના મોત- બ્રિટન

બ્રિટિશ રક્ષા મંત્રાલયે રવિવારે નિવેદન જાહેર કરીને કહ્યું- કાબુલની હાલની જમીની સ્થિતિ એકદમ પડકારરૂપ છે. અમે સુરક્ષિત રીતે સ્થિતિને સંભાળવાની કોશિશમાં જોડાયા

કાબુલઃ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ મચેલી અફડાતફડીની વચ્ચે કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક એકઠા થયેલા લોકોના ટોળામાં સામેલ સાત અફઘાન નાગરિકોના મોત થઇ ગયા છે. આ વાતની જાણકારી બ્રિટેનની સેનાએ આપી છે. બ્રિતાની રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું- જમીની સ્થિતિ અત્યંત પડકારરૂપ છે, પરંતુ અમે વધુમાં વધુ સુરક્ષિત રીતે સ્થિતિને સંભાળવાની દરેક કોશિશ કરી રહ્યાં છીએ. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તેના શાસનથી બચીને ભાગવાની કોશિશમાં હજારો લોકો એરપોર્ટ પર એકઠા થઇ ગયા છે.  

બ્રિટિશ રક્ષા મંત્રાલયે રવિવારે નિવેદન જાહેર કરીને કહ્યું- કાબુલની હાલની જમીની સ્થિતિ એકદમ પડકારરૂપ છે. અમે સુરક્ષિત રીતે સ્થિતિને સંભાળવાની કોશિશમાં જોડાયા છીએ. અફડાતફડી તે સમયે મચી જ્યારે તાલિબાન લડાકુઓથી ભરેલા એરપોર્ટ પરથી લોકો ઝડપથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યાં હતા. 

ઘટના તે સમયે ઘટી જ્યારે તાલિબાની આતંકી ભીડને વેરવિખેર કરવા માટે ફાયરિંગ કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પર કબજા બાદ કાબુલ સહિત કેટલાય શહેરોમાં અફડાતફડીની સ્થિતિ પેદા થઇ ગઇ છે. 

ઉલ્લેખનીય છે કે, અમેરિકન દુતાવાસે નવી સુરક્ષા ચેતાવણી જાહેર કરતા કહ્યું હતુ કે અમેરિકન સરકારે અધિકારીઓના વ્યક્તિગત આદેશ વિના કાબુલ એરપોર્ટ પર યાત્રા ના કરે.

તાલિબાનનો હાઇકમાન મુલ્લા બરાદર કાબુલ પહોંચ્યો, સરકાર બનાવવાને લઇને કરશે ચર્ચા
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ અહીની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. દેશ છોડવાના પ્રયાસમાં લોકો ભટકી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા છે. વાસ્તવમાં કાબુલમાં અફવા ફેલાઇ ગઇ છે કે અમેરિકા કાબુલ એરપોર્ટ પર લોકોને દેશ છોડવામાં મદદ કરી રહ્યું છે. આ અફવાને કારણે હજારોની સંખ્યામાં લોકો એરપોર્ટ બહાર એકઠા થઇ રહ્યા છે. અગાઉ સમાચાર આવ્યા હતા કે તાલિબાનોએ કાબુલ એરપોર્ટ પાસેથી લગભગ 150 લોકોને ઉઠાવી ગયા હતા જેમાં મોટાભાગના ભારતીયો સામેલ હતા. જોકે તાલિબાનોએ આ ઘટનાનો ઇનકાર કર્યો હતો.

એએફપીના રિપોર્ટ અનુસાર તાલિબાનનો કો-ફાઉન્ડર સરકાર બનાવવાને લઇને ચર્ચા કરવા કાબુલ પહોંચ્યો છે. મુલ્લા અબ્દુલ ગની બરદાર કાબુલમાં જેહાદી નેતાઓ અને રાજકારણીઓ સાથે મુલાકાત કરશે. તાજેતરમાં જ તાલિબાની નેતાઓએ હામિદ કરઝઇ, અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે વર્તમાન તાલિબાન અગાઉના તાલિબાન કરતા વધુ ઉદાર હશે.

કાબુલ એરપોર્ટ પર અમેરિકા અને બ્રિટનના સૈનિકોને અલગ કરવા માટે કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. તાર અને ગેટની આસપાસ એકઠા થયેલા અફઘાનિસ્તાનના લોકો વિદેશી સૈનિકો પાસે મદદ માંગી રહ્યા છે. સ્થાનિક મીડિયા અને અમેરિકન રિપોર્ટર દ્ધારા ટ્વિટ કરવામાં આવેલા એક વીડિયોમાં જોઇ શકાય છે કે તાલિબાનના ડરથી દેશ છોડવાના પ્રયાસમાં અફઘાની લોકો કાંટાળા તાર પર ચઢીને બીજી તરફ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની સુરક્ષા હક્કાની નેટવર્કના વરિષ્ઠ નેતાઓના હાથમાં સોંપી દીધી છે. જેના અલ કાયદા સાથે લાંબા સમયથી સંબંધો છે. પશ્વિમી જાસૂસી અધિકારીઓના કહેવા પ્રમાણે આમ થવું ખતરનાક રહેશે. 1996થી 2001 સુધી દેશ પર શાસન કરનારા તાલિબાને અગાઉ કરતા વધુ ઉદારવાદી રસ્તે ચાલવાનું વચન આપ્યું છે પરંતુ આ નિર્ણય તે વચનનો ભંગ કરતું હોય તેવું લાગી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget