શોધખોળ કરો
વિજય માલ્યાને બ્રિટિશ હાઈકોર્ટનો ઝટકો, લંડન સ્થિત સંપત્તિઓની તપાસ કરવા આપ્યા આદેશ
નવી દિલ્હી: બેન્કોને કરોડો રૂપિયાનો ચુનો લગાવીને વિદેશ ફરાર થઈ જનાર વિજય માલ્યાને બ્રિટિશ હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. બ્રિટિશ કોર્ટે આદેશ આપ્યો છે કે બ્રિટિશ અધિકારીઓ લંડન સ્થિત માલ્યાની સંપત્તિઓની તપાસ અને જપ્ત કરી શકે છે.
બ્રિટિશ હાઈકોર્ટે ભારતીય બેન્કોની અરજી પર ગુરુવારે આદેશ આપ્યો હતો કે 13 બેન્કોના સંગઠન વિજય માલ્યા સાથે સંબંધિત સંપત્તિઓની તપાસ અને નિયંત્રણ માટે તપાસ કરી શકે છે. સાથે બ્રિટિશ અધિકારી માલ્યા વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન જરૂર પડે તો પોલીસની મદદ પણ લઈ શકે છે. જો કે કોર્ટે પોતાના નિર્ણયમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે બેન્ક તેમના આદેશનો ઉપયોગ પોતાની રિકવરી માટે નહી કરી શકશે.
કોર્ટે કહ્યું તપાસ અધિકારી અને તેમના હેઠળ કામ કરતી કોઈ પણ તપાસ એજન્સીનો અધિકારી લંડનના હર્ટફોર્ડશાયરમાં માલ્યાની સંપત્તિઓની તપાસ માટે પ્રવેશની મંજૂરી આપી દેવામાં આવી છે. જે તેની સંપત્તિની તપાસ કરી જપ્ત કરવાની કાર્યવાહી કરી શકે છે. તેની આ સંપત્તિઓમાં વેલવિન વિસ્તારમાં તેવિન નામના સ્થળ પર લેડીવોક, બ્રામ્બલે લોજ પણ સામેલ છે. જ્યાં તપાસ અધિકારીઓને મંજૂરી રહેશે.
આ પહેલા બેંગલુર પોલીસે ઈડીના માધ્યમથી દિલ્હીની પટિયાલા હાઉસ અદાલતને ગુરુવારે એક રિપોર્ટ સોપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, માલ્યાની 159 સંપત્તિઓ ઓળખી કાઢવામાં આવી છે અને બીજી અન્ય સંપત્તિઓની ઓળખ માટે બેગલુરુ પોલીસે વધુ સમયની માંગ કરી છે. હાલમાં કોર્ટે પોલીસને 11 ઓક્ટોબર સુધીમાં રિપોર્ટ આપવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે માલ્યા પર બેન્કો સાથે 9 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનો આરોપ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
દેશ
Advertisement