શોધખોળ કરો
Advertisement
બુશ, ઓબામા અને ક્લિન્ટન સ્વૈચ્છિક રીતે લેશે કોરોનાની રસી, TV પર લાઈવ લેશે ડોઝ
આ રસીકરણ પ્રક્રિયા કાં તો ટીવી શો દરમિયાન થશે અથવા તો કેમેરો ચાલુ રાખીને કરવામાં આવશે.
અમેરિકાના ત્રણેય પુર્વ પ્રમુખો બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ અને બરાક ઓબામા કોરોનાની રસી સ્વૈચ્છિક ધોરણે લેશે. કોરોનાની રસીમાં પ્રજાનો વિશ્વાસ બેસે તથા ડોનાલ્ડ ટ્રંપની રસી અને કોરોના મુદ્દે નિષ્ક્રીયતાને લઈને ત્રણેય પૂર્વ પ્રમુખોએ સ્વૈચ્છિક રસી લેવાનો નિર્ણય કર્યો છે.
આ રસીકરણ પ્રક્રિયા કાં તો ટીવી શો દરમિયાન થશે અથવા તો કેમેરો ચાલુ રાખીને કરવામાં આવશે. જેથી આખુ જગત જોઈ શકે અને પ્રજાને નૈતિક બળ મળે. કઈ રસી લેશે એ નક્કી નથી, કેમ કે અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વ્યાપક ઉપયોગ માટે કોઈ રસીને મંજૂરી આપી નથી. પણ જે રસી મંજૂર થશે એ આપવામાં આવશે.
પૂર્વ પ્રમુખ બુશે વ્હાઈટ હાઉસના કોરોના ટાસ્ક ફોર્સના વડા ડો.બ્રિક્સ અને અમેરિકાના અગ્રણી તબીબ એન્થની ફૌસીને પોતે રસી લેવા માંગે છે એવી જાણ કરી દીધી છે. ક્લિન્ટનના પ્રેસ સેક્રેટરીએ પણ રસી લેવા તૈયાર હોવાની વાતને સમર્થન આપી દીધું છે.
અમેરિકા સહિત જગતના ઘણા અગ્રણી દેશોની પ્રજા રસીકરણમાં માનતી નથી. એટલે ત્યાં આ પ્રકારે રસીમાં વિશ્વાસ બેસે તેની કાર્યવાહી કરવી પડે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement