શોધખોળ કરો

Camel Flu : કોરોના કરતા પણ વધુ ખતરનાક વાયરસે દીધો ટકોરો, FIFA વર્લ્ડકપને લઈને ચેતવણી

ઓસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રાલયે તેની સત્તાવાર વેબસાઈટ પર એક એડવાઈઝરી જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કતરથી પાછા ફરતા ચાહકોએ MERS વિશે સજાગ રહેવું.

Camel Flu in FIFA World Cup : હજી તો કોરોના મહામારીની મોકાણનો અંત નથી આવ્યો ત્યાં હવે એક નવી બિમારી ટકોરા મારવા લાગી છે. આ બિમારીને કોવિડ-19 કરતા પણ વધારે ખતરનાક માનવામાં આવે છે. આ બિમારીનું નામ છે કેમલ ફ્લ્યૂ. આ બિમારીની અસર ફિફા વર્લ્ડકપ પર પણ વર્તાઈ શકે છે. દુનિયાભરના અનેક આરોગ્ય નિષ્ણાતોએ કતરમાં ખેલાઈ રહેલા ફિફા વર્લ્ડ કપમાંથી પરત ફરી રહેલા ફૂટબોલ ચાહકોને આ મામલે ચેતવણી આપી છે. 

દુનિયાભરના ડોકટરોએ જણાવ્યું હતું કે, કતરથી ઘરે પરત ફરનારા તમામ ચાહકોએ MERS વિશે જાણકારી મેળવી લેવી જોઈએ. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (યુકેએચએસએ) એ પણ ડોકટરોને તાવ અને શ્વાસની તકલીફથી પીડિત લોકોને ટ્રેસ કરવા જણાવ્યું છે.
UKHSAએ જણાવ્યું હતું કે, યુકેના રહેવાસીઓ માટે ચેપનું જોખમ ઘણું ઓછું છે, પરંતુ જે લોકો આ પ્રદેશમાં જોખમી પરિબળોના સંપર્કમાં આવવાથી તેમના પર જોખમ વધી શકે છે. 

ઓસ્ટ્રેલીયાએ બહાર પાડી એડવાઈઝરી

ઓસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રાલયે તેની સત્તાવાર વેબસાઈટ પર એક એડવાઈઝરી જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કતરથી પાછા ફરતા ચાહકોએ MERS વિશે સજાગ રહેવું અને લોકોએ સ્વચ્છતાનું પાલન કરવું જોઈએ. ઊંટ સાથે નજીકના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત રંધાયા વગરનું માંસ ખાવાનું ટાળવા પણ કહેવામાં આવ્યું છે. ડોકટરોએ કહ્યું હતું કે, તેનાથી ચેપ ફેલાવાનું જોખમ ઘણું વધારે છે.

અત્યાર સુધીમાં કેટલા કેસ નોંધાયા? 

સમગ્ર વિશ્વમાં MERS કેસમાં સતત વધારો થવાને પગલે આ સલાહ આપવામાં આવી છે. UKHSA ડેટા અનુસાર, એપ્રિલ 2012થી ઓક્ટોબર 2022 સુધીમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને વૈશ્વિક સ્તરે MERS-CoVના 2,600 કેસોની પુષ્ટિ અને 935 લોકોના આ ચેપ સાથે સંબંધિત મૃત્યુ થયાના જાણકારી પ્રાપ્ત થઈ છે.

પ્રથમ કેસ ક્યારે નોંધાયો?

2012માં સૌપ્રથમવાર સાઉદી અરેબિયામાં MERS વાયરસનો કેસ સામે આવ્યો હતો. આ એક શ્વાસ સંબંધીત રોગ છે. આ પણ એક પ્રકારનો કોરોના વાયરસ જ છે. તેને કોવિડ કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે. ડબ્લ્યુએચઓએ વધુમાં જણાવ્યું હતું કે, માનવ-થી-માનવ ટ્રાન્સમિશન શક્ય છે અને તે મુખ્યત્વે નજીકના સંપર્ક અને સ્વાસ્થ્ય સંભાળ સેટિંગ્સમાં થયું છે.

ટોપ સ્ટોરી

વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Embed widget