શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના ડરના કારણે ઓલિમ્પિકમાં ભાગ નહી લેવાની કેનેડાની જાહેરાત
કેનેડિયન ઓલિમ્પિક કમિટી અને કેનેડિયન પૈરાલિમ્પિક કમિટીએ કહ્યુ કે કોરોના વાયરસની મહામારીના કારણે તે ઓલિમ્પિક અને પૈરાલિમ્પિક 2020માં ભાગ લેશે નહીં
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ટોક્યો ઓલિમ્પિક રદ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સંઘે ભલે કહી રહ્યું હોય કે ઓલિમ્પિક સમય પર યોજાશે. પરંતુ તે અગાઉ કેનેડાએ ઓલિમ્પિકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. કેનેડાએ રવિવારે જાહેરાત કરી હતી કે તે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાગ લેશે નહીં. કેનેડિયન ઓલિમ્પિક કમિટી અને કેનેડિયન પૈરાલિમ્પિક કમિટીએ કહ્યુ કે કોરોના વાયરસની મહામારીના કારણે તે ઓલિમ્પિક અને પૈરાલિમ્પિક 2020માં ભાગ લેશે નહીં.
કેનેડા સિવાય છેલ્લા 48 કલાકમાં અનેક દેશોના ખેલસંઘ પણ ઓલિમ્પિક સંઘ પર દબાણ બનાવી રહ્યા છે કે જૂલાઇથી શરૂ થનાર ઓલિમ્પિકને સ્થગિત કરી દેવામાં આવે. ઓલિમ્પિકને સ્થગિત કરવાનો પ્રસ્તાવ મુખ્ય રૂપે અમેરિકા ટ્રેક એન્ડ ફિલ્ડ અને યુકે એથલેટિક્સ સહિત અનેક ઓલિમ્પિક કમિટીઓ કરી ચૂકી છે.
આ મહામારીના કારણે વૈશ્વિક રીતે અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ જાહેરાતની સાથે કેનેડિયન ઓલિમ્પિક કમિટી અને પૈરાલિમ્પિક કમિટીએ આઇઓસી અને ઇન્ટરનેશનલ પૈરાલિમ્પિક કમિટી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આ ટુનામેન્ટને એક વર્ષ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવા કહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement