US President Joe Biden: અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનના કાફલા સાથે ટકરાઇ કાર, જાણો પછી શું થયું?
US President Joe Biden:એક રિપોર્ટ અનુસાર ફોર્ડ કાર રાષ્ટ્રપતિ બાઇડનના કાફલા સાથે ટકરાઇ હતી
US President Joe Biden: અમેરિકાના ડેલાવેરના વિલમિંગટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના કાફલા સાથે એક કાર ટકરાઇ હતી. જ્યારે બાઇડન અને તેમના પત્ની જિલ બાઇડન એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જો કે, એપીના અહેવાલ મુજબ, બંનેને કોઈ ઇજા પહોંચી નથી.
A car crashed into a vehicle attached to Joe Biden's motorcade on Sunday, with the security scare startling the US president as he left his campaign headquarters in Delawarehttps://t.co/LPwAOVlGxo pic.twitter.com/sIFP6lX7YG
— AFP News Agency (@AFP) December 18, 2023
એક રિપોર્ટ અનુસાર ફોર્ડ કાર રાષ્ટ્રપતિ બાઇડનના કાફલા સાથે ટકરાઇ હતી. બાદમાં બાઇડનની સુરક્ષામાં રહેલા સિક્રેટ સર્વિસ અધિકારીઓએ હથિયારો સાથે તે કારને ઘેરી લીધી હતી અને ડ્રાઈવરને હાથ ઉંચા કરવાની સૂચના આપી હતી. દરમિયાન, બાઇડનને અન્ય કારમાં લઇ જવામાં આવ્યા હતા. એપી અનુસાર, સિક્રેટ સર્વિસે આ ઘટના પર તાત્કાલિક કોઈ નિવેદન આપ્યું નથી.
BREAKING: A car has crashed into President Joe Biden’s parked motorcade in Wilmington, Delaware, leaving Biden “shocked.”
— Collin Rugg (@CollinRugg) December 18, 2023
According to the Daily Mail, Biden’s Secret Service agents pulled their guns on the driver who rammed into one of the SUVs.
The man who was driving the car… pic.twitter.com/AgDknqHgl2
ગયા વર્ષે પણ બની હતી આવી ઘટના
ગયા વર્ષે એક નાનું ખાનગી વિમાન આકસ્મિક રીતે ડેલાવેરમાં પ્રતિબંધિત એરસ્પેસમાં પ્રવેશ્યું હતું. આ પછી રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને બહાર કાઢવામાં આવ્યા હતા. સિક્રેટ સર્વિસે કહ્યું હતું કે એક વિમાન ભૂલથી સુરક્ષિત વિસ્તારમાં ઘૂસી ગયું હતું. આનાથી બાઇડન0 અને તેમના પરિવારને કોઈ ખતરો નથી. ઘટના બાદ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા અને બાઇડનના પરિવારને રેહોબોથ બીચ ખાતેના તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા.
પાયલટ્સ માટે ઉડાન સંબંધિત નિયમો
ફેડરલ રેગ્યુલેશન્સ માટે પાયલટ્સે ટેક ઓફ કરતા પહેલા તેમના રૂટ પર ફ્લાઇટ પ્રતિબંધો તપાસવાની જરૂર હોય છે. રાષ્ટ્રપતિની આસપાસ ફ્લાઇટ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનાર કોઇ પણ વિમાનને રોકવા માટે યુએસ મિલિટરી જેટ્સ અને કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.