શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Chandrayaan-2: ચંદ્ર પર ભારતના વિક્રમ લેન્ડરને શોધવા માટે ISRO સાથે જોડાયુ NASA
ચંદ્રમાં પર ભારતના વિક્રમ લેન્ડરને શોધવા માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાશા પણ જોડાઇ ગઇ છે, હાલ નાસા પણ સંપર્ક સાધવાના પ્રયાસો કરીને ઇસરોની મદદ કરી રહ્યું છે
ચેન્નાઇઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) પોતાના ડીપ સ્પેસ નેટવર્ક (ડીએસએન)ની સાથે ભારતના ચંદ્રમા લેન્ડર સુધી સિગ્નલ મોકલવા તથા સંચાર સ્થાપિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. હવે આ મામલે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે.
ચંદ્રમાં પર ભારતના વિક્રમ લેન્ડરને શોધવા માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાશા પણ જોડાઇ ગઇ છે, હાલ નાસા પણ સંપર્ક સાધવાના પ્રયાસો કરીને ઇસરોની મદદ કરી રહ્યું છે.
ઇસરોના એક અધિકારીએ જણાવ્યુ કે, અમેરિકન અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ની જેટ પ્રૉપલ્શન લેબૉરેટરી (જેપીએલ) વિક્રમને રેડિયો સિગ્નલ મોકલી રહી છે.
ઇસરોના અધિકારીએ જણાવ્યું કે, ચંદ્રમાના વિક્રમની સાથે સંચાર લિંક ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસ 20-21 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે, જ્યાં સુધી સૂર્યની રોશની તે વિસ્તારમાં હશે, જ્યાં વિક્રમ ઉતર્યુ છે.
.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion