શોધખોળ કરો
Advertisement
ચીનની બ્યુટીફુલ રાજદૂત યાંકીને નેપાળના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને સીધી મળવા પર કેમ મૂકાયો પ્રતિબંધ
થોડાક દિવસો પહેલા ચીની રાજદૂત હાઉ યાંકીએ નેપાલમાં રાજકીય સંકટની વચ્ચે વડાપ્રધાન ઓલી અને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સાથે સીધી મુલાકાત કરી હતી. આ પછી વિપક્ષી નેતાઓ હંગામો મચાવ્યો હતો
નવી દિલ્હીઃ નેપાલ અને ચીનની વચ્ચે વધી રહેલી ધનિષ્ઠાતાની વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે. ચીની રાજદૂત હાઓ યાંકીને હવે સીધી સીધે નેપાલના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને નહીં મળી શકે. રિપોર્ટ છે કે, થોડાક દિવસો પહેલા આ ચીનની બ્યૂટીફૂલ રાજદૂત અને નેપાલના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મળવાને લઇને વિપક્ષી દળોએ હંગામો કર્યો હતો હતો. વિપક્ષી નેતાઓના હંગામા બાદ નેપાલની ઓલી સરકારે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હાઓ યાંકીને પ્રોટોકૉલનુ પાલન કરવુ પડશે.
રિપોર્ટ છે કે, થોડાક દિવસો પહેલા ચીની રાજદૂત હાઉ યાંકીએ નેપાલમાં રાજકીય સંકટની વચ્ચે વડાપ્રધાન ઓલી અને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સાથે સીધી મુલાકાત કરી હતી, જેને લઇને વિરોધ થયો અને નેપાળના વિદેશ મંત્રાલયે વિદેશી રાજકિય માણસો અને રાજદૂતો માટેના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, આ નિયમો પ્રમાણે, બીજા દેશોની જેમ નેપાળમાં પણ પ્રોટોકોલ મુજબ કાયદેસરની ચેનલ દ્વારા જ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને મળી શકાશે. નેપાળના ભારત વિરોધી વલણ માટે પણ હાઓ યાંકી જવાબદાર હોવાનું મનાય છે. ઓલીને હાલ પોતાના જ પક્ષમાંથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, આવા સમયે ચીની બ્યૂટીફૂલ રાજદૂત હાઓ યાંકી તેમના બચાવમાં પણ આવી હતી. આ બધા કારણોસર નેપાલના વિદેશ મંત્રાલયે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજકીય માણસોની સાથી ચીની રાજદૂતની સીધી મીટિંગ પર લગામ લગાવવા કેટલાક નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
ખાસ વાત છે કે, ચીની રાજદૂત બ્યૂટીફૂલ દેખાવની સાથે સાથે એક ઇન્ટેલિજન્સ પર્સન પણ છે. ચીની અધિકારીઓને અંગ્રેજી તથા બીજી ભાષામાં કોમ્યૂનિકેશન કરવામાં મુશ્કેલી પડતી હોય છે પરંતુ હાઓ યાંકીને નેપાળી અને ઉર્દુ બહુ સારી રીતે જાણે છે. નેપાલના રાજકારણમાં પણ ચીનની આ બ્યૂટીફૂલ રાજદૂત હાઓ યાંકીએ મોટો ભાગ ભજવ્યો છે. તેને ઓલીને ખુબ સહાનુભૂતિ મેળવી લીધી હતી.
અગાઉ નેપાલે ભારત વિરોધી નીતિ અપનાવી હતી, નેપાલના નક્શામાં ફેરફાર કર્યો અને ભારતના કેટલાક ભાગોને પોતાના બતાવ્યા હતા. નેપાળના સમજુ રાજકિય નેતાઓ અને લોકો ભારતના સમર્થનમાં હોવાથી નેપાળ સરકારના ભારત વિરોધી વલણનો ઘર આંગણે વિરોધ જોવા મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement