શોધખોળ કરો
ચીની ઉદ્યોગપતિએ પોતાના કૂતરાને આપ્યા 6.50 લાખના રૂપિયાના આઇફોન 7s
બીજિંગઃ અત્યાર સુધી તમે એપલના અંગેના વિવિધ સમાચાર સાંભળ્યું હશે, પરંતુ આ વખતે કઇક જુદુ જ બન્યું છે. ચીનમા એક ઉદ્યોગપતિએ પોતાના પાલતુ કૂતરાને 8 આઇફોન 7s ભેટમાં આપ્યા છે. ચીનના અરબપતિ વાંગ જિયાલિનના એકના એક પુત્ર સિકૉન્ગે પોતાના પાલતુ કૂતરાને 8 આઇફોન 7s ખરીદીને ભેટમાં આપ્યા છે. જેની કિમત લગભગ 9584 ડૉલર એટલે કે 6.50 લાખ રૂપિયા થાય છે. વાંગ જિયાલિન ચીનમાં ડલિયન વાંડા ગ્રુપના ચેરમેન છે. તેમના પુત્ર વાંગ સિકૉન્ગએ પોતના પાલતુ કૂતરા કોકો માટે લૉન્ચ થનાર આઇફોન 7s ના 8 મોબાઇલ ખરીદીને ભેટમાં આપ્યા હતા. ત્યાર બાદ તેણે કૂતરા અને આઇફોન સાથે સોશિયલ મીડિયામાં ફોટા શેર કર્યા હતા.
વધુ વાંચો






















