શોધખોળ કરો

Corona Update: દુનિયામાં 7 લાખથી વધુ લોકો સંક્રમિત, કયા દેશમાં કેટલા લોકોનાં નિપજ્યાં મોત? આંકડા પર કરો એક નજર

આજે વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોનાના કેસ 703,876 થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક પણ 33,215 થઈ ગયો છે.

આજે વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. સમગ્ર દુનિયામાં કોરોનાના કેસ 703,876 થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક પણ 33,215 થઈ ગયો છે. 1,49,219 લોકો સંક્રમણ બાદ સાજા થઈ ગયા છે. અમેરિકામાં કોરોના વાયરસથી પ્રથમ મોત 29 ફેબ્રુઆરીના રોજ થયું હતું. ત્યાર બાદ ગત બુધવાર સુધીમાં મૃત્યુઆંક વધીને 1000 પર પહોંચ્યો હતો. પરંતુ માત્ર બે દિવસમાં કોરોનાને કારણે મૃત્યુઆંક બેવડાઇને 2000ને પાર પહોંચી ગયો છે. આ સાથે જ ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કેનેક્ટિકમાં લોકોને ડોમેસ્ટિક ટ્રાવેલ ન કરવા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા 9,315 વધીને 1,32,893 પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 2357 થઈ ગયો છે. ન્યૂયોર્કમાં સૌથી વધારે 782નાં મોત નિપજ્યાં છે. અહીં 52 હજાર પોઝિટિવ કેસ છે. ઈટાલીમાં કોરોના વાયરસના કેસ એક લાખ નજીક પહોંચ્યા છે. ઈટાલીમાં કુલ મૃત્યુઆંક 10,779 થયો છે. જયારે સ્પેનમાં કુલ મૃત્યુઆંક 6,606 થયો છે. કુલ સંક્રમિતોમાં 5,564 વધીને 78,799 થયા છે. જર્મનીમાં વધુ 49 લોકોના મોત થતાં 482 આંક પહોંચ્યો છે. કુલ સંક્રમિતો 2,964 વધી 60,659 થયા છે. ઈરાનમાં 2,901 નવા કેસ સામે આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા 38,309 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2640 થયો છે. યુકેમાં 2,433 નવા કેસ આવતા કુલ સંક્રમિતોનો આંકડો 19,522 થયો છે. કુલ મૃત્યુઆંક 1100ની પાર કરી ગયો છે. નેધર્લેન્ડ, બેલ્જિયમ, તુર્કી, સ્વિત્ઝર્લેન્ડમાં પણ સંક્રમિતો તથા મૃતકોનો આંક ચિંતાજનકસ્તરે વઘી રહ્યો છે. અમેરિકામાં ન્યૂ યોર્કમાં સૌથી વધારે 792 લોકોના મોત થયા છે. વાયરસની જ્યાંથી શરૂઆત થઈ હતી તેવા ચીનમાં કુલ 81439 કેસ નોંધાયા હતા. તેમાંથી હાલ માત્ર 2691 દર્દી જ સારવાર લઈ રહ્યા છે. ચીનમાં મૃત્યુઆંક 3300 હતો.સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું 26 માર્ચના રોજ પેરિસમાં મોત થયું. તેની ઉંમર 86 વર્ષની હતી. મારિયાના મોતની જાણકારી તેના ભાઈ એનરિક ડી બોરબોને ફેસબુક પર આપી છે. વિશ્વભરમાં શાહી પરિવારમાં આ પ્રથમ મોત છે. છેલ્લા 24 કલાકમાં ઈરાનમાં 123 મોત થયા છે આ સાથે મૃત્યુઆંક 2640 પહોંચી ગયો છે. કુલ પોઝિટિવ કેસ 38,309 નોંધાયા છે. તેમાંથી 3467 લોકો આઈસીયુમાં છે. 12391 લોકો સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપ દેવામાં આવી છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના 1,526 કેસ નોંધાયા છે અને 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી સ્પેનમાં 624 લોકોનાં મોત નિપજ્યાં છે. અહીં મૃત્યુઆંક 6,528 પહોંચી ગયો છે. સ્પેનમાં કુલ કેસની સંખ્યા 78,799 થઈ છે. સ્પેન યુરોપનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. અહીંની સરકારે 11 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. દુનિયાના દેશોમાં કોરોના વાયરસની કેવી સ્થિતિ છે તે આંકડા પર એક નજર કરીએ તો, અમેરિકા - 2,357, ઈટાલી - 10,779, ચીન - 3300, સ્પેન - 6,606, જર્મની - 482, ફ્રાન્સ - 2,314, ઈરાન - 2640, બ્રિટન - 1019, સ્વિત્ઝરલેન્ડ - 300, નેધરલેન્ડ - 771, દ. કોરિયા - 152, બેલ્જિયમ - 431, ઓસ્ટ્રિયા - 68, તુર્કી - 131, કેનેડા - 63, પોર્ટુલગ - 119, નોર્વે - 25, બ્રાઝીલ - 114, ઓસ્ટ્રેલિયા - 16, ઈઝરાયલ - 15, સ્વિડન - 110, આયરલેન્ડ - 46, મેલેશિયા - 35 અને ભારત - 27 લોકોના મોત નિપજ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Embed widget