શોધખોળ કરો
કોરોનાની કઈ રસી લેવાથી ચાર વોલન્ટિયર્સને પેરેલિસિસની અસર થતાં હાહાકાર, જાણો મહત્વની વિગત
બ્રિટનમાં સોમવારથી સામાન્ય લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે.

(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, અમુક દેશોએ રસી બનાવી લીધાનો દાવો પણ કર્યો છે. યુકેમાં કોરોના રસીકરણ પણ શરૂ થઈ ગયું છે.પરંતુ ફાઇઝર દ્વારા આપવામાં આવતા વેક્સિન શોટ સામે પ્રશ્નો ઉભા થયા છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન રેગ્યુલેટર્સ મુજબ, ચાર વોલન્ટિયર્સને રસી લીધા બાદ પેરાલિસિસની અસર થઈ છે.
ડ્રગ રેગ્યુલેટરરે કહ્યું છે કે વોલન્ટિયર્સમાં પેરાલિલિસની અસર કયા કારણોસર થઈ તે સ્પષ્ટ નથી. અહેવાલ મુજબ નિયમનકારોએ ડોકટરોને સતત રસીના આડઅસરોનું નિરીક્ષણ કરવાનું કહ્યું છે. આ પહેલા ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બોરલાએ આ રસી ચેપના સંક્રમણને રોકવામાં મદદ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ફાઈઝરે પોતાની વેક્સીની કિંમતને લઈને પણ મોટી જાહેરાત કરી દીધી છે. ફાઈઝરે કહ્યું કે, વિવિધ દેશોમાં વેક્સિનની અલગ અલગ કિંમત રહેશે. ફાર્મા ક્ષેત્રની દિગ્ગજ કંપની ફાઈઝરે કહ્યું કે, દુનિયાના વિવિધ દેશોમાં વેક્સિનની કિંમત અલગ અલગ હશે. કંપનીનો ઈચ્છા છે કે, રસીને દુનિયાભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, કંપનીએ ભારતમાં પણ ડીજીસીઆઈ પાસે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી છે. બ્રિટનમાં રસીને મંજૂરી બાદ ફાઈઝર અને બાયોએનટેકને આગામી દિવસોમાં અન્ય દેશમાં પણ રસીને મંજૂરી મળે તેવી આશા છે.
2 ડિસેમ્બરે બ્રિટને ફાઈઝર-બાયોએનટેકની કોવિડ-19 રસીને મંજૂરી આપી હતી. રસીને મંજૂરી આપનાર બ્રિટન પ્રથમ દેશ છે. બ્રિટનમાં સોમવારથી સામાન્ય લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે.
Vaccine Update: આ વસ્તુનું સેવન કરતા હોય તો તમને નહીં મળે કોરોનાની રસી, રસી લેવી હોય તો વાંચી લો આ સમાચાર નહીં તો....
સિરમ અને ભારત બાયોટેકની કોરોના રસીની ઇમરજન્સી ઉપયોગ પર સરકારે રોક લગાવી ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
અમદાવાદ
શિક્ષણ
Advertisement