શોધખોળ કરો
Advertisement
સિરમ અને ભારત બાયોટેકની કોરોના રસીની ઇમરજન્સી ઉપયોગ પર સરકારે રોક લગાવી ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા
દેશમાં કોરોના પર કાબુ મેળવવા કેટલીક કંપનીઓ રસી બનાવી રહી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના પર કાબુ મેળવવા કેટલીક કંપનીઓ રસી બનાવી રહી છે. જેમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેક, ઝાયડસ કેડિલા અગ્રસ્થાને છે. આ દરમિયાન એનડીટીવીએ કોવિડ-19 વેક્સિનનના ઇમરજન્સી ઉપયોગ માટે સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકના પ્રસ્તાવને મંજૂરી નહીં મળી હોવાનો સૂત્રોના હવાલાથી ઉલ્લેખ કરી સમાચાર પ્રસારિત કર્યા હતા.
એનડીટીવીએ તેના અહેવાલમાં જણાવ્યું કે, સુરક્ષા અને પ્રભાવશાળી ડેટા ઉપલબ્ધ નહીં હોવાના કારણે બંને કંપનીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી નથી. બંનેને વધારે ડેટા આપવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલય અને પીઆઈબી ફેક્ટ ચેકે આ દાવો ખોટો હોવાની સ્પષ્ટતા કરી હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને લખ્યું, એનડીટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા ન્યૂઝ ફેક છે. પીઆઈબી ફેક્ટ ચેકે પણ દાવો ફેક હોવાનું જણાવ્યું છે.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion