શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: કોરોનાની રસી માટે મારી નાંખવામાં આવશે 5 લાખ શાર્ક ? વન્ય જીવ વિશેષજ્ઞોએ વ્યક્ત કરી ગંભીર ચિંતા
કારણકે કોવિડ-19 વેક્સીન નિર્માણમાં એક પદાર્થ સ્કવૈલિનનો ઉપયોગ કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ઘણા દેશો કોરોનાની રસી બનાવામાં લાગ્યા છે. વન્ય જીવન વિશેષજ્ઞોના કહેવા મુજબ, વેક્સીન ઉત્પાદન માટે 5 લાખ શાર્કને મારવામાં આવી શકે છે. કારણકે કોવિડ-19 વેક્સીન નિર્માણમાં એક પદાર્થ સ્કવૈલિનનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કવેલિન એટલે કે પ્રાકૃતિક તેલ શાર્કના લીવરમાં બને છે.
વર્તમાનમાં પ્રાકૃતિક તેલનો ઉપયોગ દવામાં સહાયક તરીકે થાય છે. જે મજબૂત ઈમ્યુનિટી પેદા કરી વેક્સીનની અસરને વધારે છે. બ્રિટિશ ફાર્મા કંપની ગ્લેક્સોસ્મિથક્લાઇન હાલ ફ્લૂ વેક્સીનના નિર્માણમાં સ્કવૈલિનનો ઉપયોગ કરી રહી છે. કંપનીએ જણાવ્યું કે, મેમાં કોરોના વાયરસ વેકસીનમાં સંભવિત ઉપયોગ માટે સ્કવૈલિનના એક બિલિયન ડોઝ બનાવશે. એક ટન સ્કવૈલિન કાઢવા માટે આશરે ત્રણ હજાર શાર્કની જરૂર પડશે.
અમેરિકાના કેલિફોર્નિયાની શાર્ક અલાઇઝ સંસ્થાનું કહેવું છે કે જો શાર્કના લીવરમાં તેલથી કોવિડ-19 વેક્સીનનો એક ડોઝ આપવામાં આવતો હોય તો આશરે અઢી લાખ શાર્કને મારવામાં આવશે. સ્ક્વૈલિન કેટલી માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે તેના પર આ વાત નિર્ભર કરશે. બે ડોઝની જરૂર પડે તો પાંચ લાખ શાર્કને મારવામાં આવશે.
શાર્કની વસતી પર ઉભા થયેલા ખતરાથી બચવા માટે વૈજ્ઞાનિક સ્કવૈલિનનું વૈકલ્પિક પરીક્ષણ કરી રહ્યા છે. આ માટે સિંથેટિક વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. શાર્ક અલાઇઝની સંસ્થાપક સ્ટીફની બ્રેન્ડિલે જણાવ્યું, જંગલી જીવને મારવા ક્યારેય કોઈ વિકલ્પ ન હોઈ શકે.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement