શોધખોળ કરો
Advertisement
જાપાનમાં કોરોના રસીના લાખો ડોઝ બરબાદ જશે, જાણો કઈ વસ્તુ ન મળતા થશે નુકસાન
ફાઇઝરની વેક્સિન જે શીશીમાં વેચવામાં આવે છે તેમાં છ ડોઝ હોય છે, પરંતુ અંતિમ ડોઝને કાઢવા માટે ખાસ સિરિંજ ની જરૂર પડે છે. જાપાન પાસે આવી સ્પેશિયલ સિરિંજ પૂરતા પ્રમાણમાં નથી.
સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. કોરોનાને નાથવા હાલ રસી પણ આવી ગઈ છે. ભારત, અમેરિકા સહિત અનેક દેશોમાં રસીકરણની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન જાપાનમાં કોવિડ-19 વેક્સિનના લાખો ડોઝ ફેંકી દેવામાં આવે તેવી સંભાવના છે. કારણકે દરેક શીશીમાંથી અંતિમ ડોઝ કાઢવા માટે જાપાન પાસે ખાસ સિરિંજ નથી. ફાઇઝરની વેક્સિન જે શીશીમાં વેચવામાં આવે છે તેમાં છ ડોઝ હોય છે, પરંતુ અંતિમ ડોઝને કાઢવા માટે ખાસ સિરિંજ ની જરૂર પડે છે. જાપાન પાસે આવી સ્પેશિયલ સિરિંજ પૂરતા પ્રમાણમાં નથી.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, દરેક શીશીમાંથી પાંચ ડોઝ કાઢી શકવાની શક્યતા છે. ખબર મુજબ, જાપાનમાં ઉપયોગમાં લેવાતી સિરિંઝ માત્ર પાંચ ડોઝ કાઢી શકે છે. જાપાન સરકારે ગયા મહિને ફાઇઝર સાથે રસીના 144 મિલિયન ડોઝ ખરીદવા માટે કરારની જાહેરાત કરી હતી, પરંતુ અંતિમ માત્રાને દૂર કરવા માટે પૂરતી સિરીંજ વગર માત્ર 120 મિલિયન ડોઝનો ઉપયોગ કરી શકશે.
અહેવાલ મુજબ, જાપાનની સરકારે તબીબી ઉપકરણ ઉત્પાદકોને ખાસ સિરિંજ નું ઉત્પાદન વધારવા વિનંતી કરી છે. સિરીંજની અછતનો મુદ્દો ફક્ત જાપાનમાં જ નથી, પરંતુ સ્વીડને એમ પણ કહ્યું છે કે દરેક શીશીમાંથી છ ડોઝ લેવા માટે ખાસ સિરિંજ નથી. યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયન ફાઇઝરની રસીની શીશીનો સંપૂર્ણ ડોઝ દૂર કરવા માટે સિરિંજ પર કામ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement