શોધખોળ કરો
Advertisement
Coronavirus: જેક મા, બિલ ગેટ્સ, TikTokએ આપ્યા એટલા રૂપિયા કે બની જાય 4 નવી હોસ્પિટલ
જેક માની કંપની અલી બાબાએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તે વુહાન સહિત ચીનની તમામ હોસ્પિટલમાં દવાઓ માટે 144 નિલિયન ડોલર એટલે કે 1029 કરોડ રૂપિયા આપશે.
નવી દિલ્હીઃ ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોનાવાયરસથી અત્યાર સુધીમાં 7892 લોકો પ્રભાવિત થઈ ગયા છે. તેમાંથી 7771 તો માત્ર ચીનમાં જ છે. આ વાયરસના સંક્રમણથી અત્યાર સુધી 170 લોકોનું મોત થયું છે. ત્યારે વિશ્વભરમાં અનેક ધનાઢ્ય બિઝનેસમેનોએ કોરોનાવાયરસ સામે લડવા માટે અંદાજે 2000 કરોડ રૂપિયાની મદદ આપી છે. તેમાં સૌથી ટોચ પર જે ધનાઢ્યનું નામ છે તે છે જેક મા. આટલા રૂપિયાથી ચીન કોરોનાવાયરસ પીડિત લોકો માટે ચાર હોસ્પિટલ બનાવી શકે છે.
ચીનના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ જેક માની કંપની અલી બાબાએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તે વુહાન સહિત ચીનની તમામ હોસ્પિટલમાં દવાઓ માટે 144 નિલિયન ડોલર એટલે કે 1029 કરોડ રૂપિયા આપશે. આ રકમાંથી 100 કરોડ રૂપિયા તો ખાલી કોરોનાવાયરસની વેક્સીન વિકસિત કરવા માટે રિસર્ચ સંસ્થાઓને આપશે.
ટિકટોક વીડિયો કંપની બાઈટડાંસ, ટેનસેંટ અને બાયદૂએ ચીનમાં કોરોનાવાયરસના દર્દીઓની મદદ, સારવાર અને દવાઓ માટે 115 મિલિયન એટલે કે 821 કરોડ રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરી છે. તેમાં વુહાનમાં બની રહેલ 1000 બેડની હોસ્પિટલ માટે પણ રકમ નક્કી કરવામાં આવી છે.
ઉપરાંત અમેરિકાના ધનાઢ્ય બિલ ગેટ્સની બિલ ગેટ્સ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને 10 મિલિયન ડોલર એટલે કે 71 કરોડ રૂપિયા કોરોનાવાયરસની સારવાર અને પીડિત લોકોની મદદ માટે આપ્યા છે. આ ઉપરાંત ફ્રાન્સના અબજોપતિ ફ્રેંકોઈસ પિનાલ્ટે 3.3 મિલિયન ડોલર એટલે કે 23.57 કરોડ રૂપિયા આપ્યા છે.
બીજી બાજુ ચીનની સરકારે જ્યાર બધા ઉપાયો કરીને થાકી ગઈ ત્યારે તેણે કોરોનાવાયરસથી લોકોને બચાવવા માટે અને મદદ કરવા માટે પોતાની સેના ઉતારી દીધી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેના માટે આદેશ આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement