શોધખોળ કરો
Advertisement
કોરોનાથી ત્રાસી ગયેલા અમેરિકાએ WHOનું ફન્ડિંગ રોકી દીધુ, ટ્રમ્પે ખુદ કરી જાહેરાત
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ WHO પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવી રહ્યાં છે, નારાજ થયેલા ટ્રમ્પે મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આપવામાં આવતુ ફંડ રોકી દીધુ છે
નવી દિલ્હીઃ કાતિલ કોરોનાથી અમેરિકા ત્રાસી ગયુ છે, આ વાતનો પુરાવો પણ સામે આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમને WHOનું ફન્ડિંગ રોકી દીધુ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાએ અમેરિકામાં 25000થી વધુ લોકોના જીવ લઇ લીધા છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ WHO પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવી રહ્યાં છે, નારાજ થયેલા ટ્રમ્પે મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આપવામાં આવતુ ફંડ રોકી દીધુ છે.
પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે કહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંગઠને મહામારીને લઇને પારદર્શિતા નથી રાખી, અમેરિકાએ ગયા વર્ષે 400 મિલિયન અમેરિકન ડૉલર આપ્યા હતા, હવે અમે વિચાર કરીશું કે આ રૂપિયાનું શુ કરવામાં આવે. અમેરિકા ફંડ રોકી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થા પારદર્શિતા નથી રાખી, કોરોના વાયરસને લઇને અમે ચિંતામાં છીએ.
નોંધનીય છે કે, કોરોના વાયરસથી અમેરિકામાં સૌથી વધુ ન્યૂયોર્કમાં સ્થિતિ ખરાબ થઇ છે. એકલા ન્યૂયોર્કમાં મોતનો આંકડો 7000ને પાર પહોંચી ગયો છે, અને સમગ્ર અમેરિકામાં 25000થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જેને લઇને અમેરિકા પગલા ભરવા લાગ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement