શોધખોળ કરો

US Israel Iran War: ઈરાન વિરુદ્ધ યુદ્ધ લગભગ 'સમાપ્ત' થયાનો ટ્રમ્પનો દાવો, પુતિન સાથે ચર્ચાની આપી જાણકારી

US Israel Iran War: ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે પુતિન ઈરાન લડાઈમાં "મદદ" કરવા માંગે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટ્રમ્પ: ઈરાન સામે યુદ્ધ લગભગ ખતમ, અમેરિકાની સેના લક્ષ્યાંકથી આગળ.
  • ઈરાનની નૌકાદળ, એરફોર્સ અને સંચાર વ્યવસ્થા નષ્ટ થઈ ગઈ છે.
  • ઈરાન પરમાણુ શસ્ત્રો માટે નવી જગ્યાએ કામ કરી રહ્યું હતું: ટ્રમ્પ.
  • અમેરિકા-ઇઝરાયેલના સંયુક્ત હુમલાથી ઈરાનના 46 જહાજોનો નાશ.

US Israel Iran War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સામે યુદ્ધ લગભગ "ખતમ" થઈ ગયું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાની સેના તેના પ્રારંભિક અંદાજિત ચાર થી પાંચ અઠવાડિયાના સમયમર્યાદા કરતાં ઘણું આગળ છે અને અમેરિકા ટૂંક સમયમાં વિજય પ્રાપ્ત કરશે. ઈરાન પાસે હવે નૌકાદળ, એરફોર્સ અને કોમ્પ્યુનિકેશન નથી. ટ્રમ્પે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની પસંદગી થવા પર પ્રતિક્રિયા આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "આપણે ઘણી રીતે જીતી ચૂક્યા છીએ, પરંતુ હજુ જેટલી જોઈએ છે તેટલી જીત મળી નથી. ઈરાન નિર્ણાયક રીતે પરાજિત થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. અમે સતત પ્રગતિ કરી રહ્યા છીએ, અને યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે." ટ્રમ્પે કહ્યું કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે પુતિન ઈરાન લડાઈમાં "મદદ" કરવા માંગે છે.

ઈરાન એક મોટો ખતરો બની રહ્યું હતુંઃ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન પરમાણુ શસ્ત્રો માટે એક નવી જગ્યા પર કામ શરૂ કરી રહ્યું છે. ઈરાન બેલિસ્ટિક મિસાઈલના ભયનો ઉપયોગ કરીને તેને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવવાનું અશક્ય બનાવવા માંગતું હતું. જો આપણે આ હુમલો ન કર્યો હોત તો ઈરાન મધ્ય પૂર્વ પર કબજો કરી લેત. ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે અલી ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈની પસંદગી પર ટ્રમ્પે કહ્યું કે , "મને લાગે છે કે આનાથી સમસ્યાઓમાં વધારો થશે. હું તેમની પસંદગીથી નિરાશ છું. મને લાગે છે કે ઈરાને મોજતબાને સુપ્રીમ લીડર તરીકે પસંદ કરીને મોટી ભૂલ કરી છે."

ઈરાનમાં ભીષણ લડાઈ ચાલુ છે

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલી દળો સંયુક્ત રીતે ઈરાન સામે મોટા હુમલા કરી રહ્યા છે. આ હુમલાઓએ ઈરાનની નૌકાદળનો નાશ કર્યો છે, તેના 46 જહાજોનો નાશ કર્યો છે. જોકે, દુશ્મનનો સંપૂર્ણ અને નિશ્ચિતપણે પરાજય ન થાય ત્યાં સુધી અમે અટકીશું નહીં.

આ લડાઈ 28 ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ શરૂ થયા પછી શરૂ થઈ હતી. અમેરિકા અને ઇઝરાયલ ઈરાનમાં ભારે બોમ્બમારા કરી રહ્યા છે. દરમિયાન, ઈરાને વારંવાર ઇઝરાયલ અને ખાડી દેશોમાં અમેરિકાના લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ યુદ્ધની સીધી અસર 10 થી વધુ દેશો પર પડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget