શોધખોળ કરો

New Variant: તો શું આ વખતે 'અમેરિકન કોરોના' મચાવશે હાહાકાર? સામે આવ્યો ઘાતક વેરિએંટ

એરિકના જણાવ્યા અનુસાર XBB15એ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું નવું સબ-વેરિઅન્ટ છે જે BQ અને XBB વેરિઅન્ટ કરતાં વધુ ઈમ્યુન છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે.

Coronavirus Omicron Variant New Sub Variant : કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનું BF.7 સબ-વેરિયન્ટ ચીનમાં હાહાકાર મચાવી રહ્યું છે. હવે નિષ્ણાંતોએ કોરોનાને લઈને ડરાવનારી ચેતવણી આપી છે. તેમનું માનવું છે કે, ભવિષ્યમાં આપણને કોરોનાના બીજા અનેક વેરિએંટ જોવા મળી શકે છે. તો વાઈરોલોજિસ્ટ એરિક ફીગલ ડીંગે ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ વિશે ચેતવણી આપી છે. તેમણે શક્યતા વ્યક્ત કરી છે કે, નવો XBB15 સ્ટ્રેન ભવિષ્યમાં મોટી તબાહી લાવી શકે છે. 

એરિકના જણાવ્યા અનુસાર XBB15એ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું નવું સબ-વેરિઅન્ટ છે જે BQ અને XBB વેરિઅન્ટ કરતાં વધુ ઈમ્યુન છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે.

એરિકે અપ્રકાશિત ડેટા શેર કરી તેને સુપર વેરિઅન્ટ ગણાવ્યો હતો. આ ડેટા પ્રમાણે અમેરિકામાં આ પ્રકારનું સંક્રમણ વધીને 40 ટકા થઈ ગયું છે. આ વેરિએંટથી સંક્રમિત થતા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યાં છે. તેનાથી સંક્રમિત દર્દીઓને ન્યૂયોર્કની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દાખલ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ઘણા મોડલ તેની પુષ્ટિ કરે છે કે XBB15નો ટ્રાન્સમિશન રેટ અને આર-વેલ્યુ અગાઉના વેરિઅન્ટ્સ કરતાં વધુ ખતરનાક છે. જૂના ડેટા અનુસાર XBB15 અગાઉના BQ1 વેરિઅન્ટ કરતાં 108 ટકા વધુ ઝડપી છે. પરંતુ નવા ડેટા મુજબ હવે તો તેની સ્પીડ 108 ટકાથી વધીને 120 ટકા થઈ ગઈ છે.

અમેરિકા ડેટા છુપાવી રહ્યું છે!

આ નિષ્ણાતે એમ પણ કહ્યું હતું કે, ગયા અઠવાડિયે અથવા તેના એક અઠવાડિયા પહેલા વેરિઅન્ટની જાણ પણ કરવામાં આવી નહોતી. સાથે જ તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે, અમેરિકી CDC ઘણા લાંબા સમયથી ડેટા છુપાવી રહ્યું છે, તેમ છતાં છેલ્લા કેટલાક મહિનાઓમાં વેરિઅન્ટના કેસોમાં ભારે વધારો થયો છે. તેણે એમ પણ કહ્યું હતું કે, ગયા અઠવાડિયે કે તેના એક અઠવાડિયા પહેલા સુધી વેરિઅન્ટની જાણ કરવામાં આવી નહોતી. સાથે જ તેણે ઈશારામાં કહ્યું હતું કે, વાયરસ છેલ્લા ઘણા સમયથી વધારે ફેલાઈ રહ્યો છે પરંતુ અમેરિકાની સીડીસી ડેટા છુપાવી રહી છે.

નવો વેરિઅન્ટ પહેલા કરતાં પણ વધુ ખતરનાક

એરિકે ઉમેર્યું હતું કે, તેમણે આ અગાઉ પણ સિંગાપોરથી XBBના નવા વેરિએંટ વિશે ચેતવણી આપી હતી. પરંતુ આ XBB15 અમેરિકામાં મ્યુટેશન બાદ બન્યો છે. તે જૂના XBB વેરિઅન્ટની સરખામણીમાં 96 ટકા વધુ ઝડપી છે. તે પહેલીવાર ઓક્ટોબરમાં ન્યૂયોર્કમાં જોવા મળ્યો હતો અને ત્યારથી જ તેના કેસો સતત વધી રહ્યા છે. આ વેરિયન્ટ પર રસી અસરકારક રહેશે કે કેમ તે અંગે એરિકે કહ્યું હતું કે, કોરોના વિરૂદ્ધની રસી અમુક અંશે અસરકારક રહી શકે છે પરંતુ તે કેટલી અસરકારક રહેશે તે અંગે હજી સુધી અમને કોઈ જ જાણકારી નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget