શોધખોળ કરો
Advertisement
ચીનમાં 2012માં મળી આવ્યો હતો કોરોનાને મળતો વાયરસ, નવી શોધમાં થયો ચોંકાવનારો ખુલાસો
ધ સન્ડે ટાઈમ્સ મુજબ, વાયરસની હાજરી ચામાચીડિયાથી ભરેલી ખાલી પડેલી તાંબાની ખાણમાં જોવા મળી હતી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈ વિશ્વભરમાં રિસર્ચ ચાલી રહ્યું છે. દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ દરમિયાન ચીનના વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 2012માં મોઝિયાંગ પ્રાંતમાં કોરોના વાયરસને મળતો આવતો વાયરસ મળી આવ્યો હતો.
ધ સન્ડે ટાઈમ્સ મુજબ, વાયરસની હાજરી ચામાચીડિયાથી ભરેલી ખાલી પડેલી તાંબાની ખાણમાં જોવા મળી હતી. 2012માં આ ખાણનું ખોદકામ કરનારા છ લોકો સંક્રમિત થયા હતા અને બાદમાં ત્રણ લોકોના મોત થયા હતા. ખાણમાં કામ કરનારા છ લોકોને તાવ, સતત ઉધરસ, સમગ્ર શરીરમાં દર્દ અને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ લક્ષણ વર્તમાનમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારામાં જોવા મળી રહ્યા છે. તે સમયે વાયરસને RaBtCoV/4991 નામ આપવામાં આવ્યું હતું. હવે નવા સંસોધનમાં RaBtCoV/4991 વાયરસને SARS-Cov-2 વાયરસ સાથે મળતો આવતો હોવાનું જણાવાયું છે.
હવે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વુહાનનાબદલે વાયરસ અન્ય કોઈ જગ્યાએ ફેલાયો હોઈ શકે છે. પશુ રોગ બ્રિટિશ વિશેષજ્ઞ ડોક્ટર પીટર દસ્જકે સંડે ટાઇમ્સને કહ્યું, કોરોના વાયરસ વુહાનના માર્કેટથી નથી ફેલાયો પરંતુ તે અન્ય જગ્યાએથી ફેલાયો છે. તેમના કહેવા પ્રમાણે મોજિયાંગની ખાણમાં આ વાયરસ ફેલાઇ ચુક્યો છે, જે બાદ વુહાનમાં સામે આવ્યો. કોરોના વાયરસ જાનવરોથી સંક્રમિત લોકો કે વુહાનમાં માંસની મંડીમાં આવ્યો તે વાત પણ સત્ય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion