શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: અમેરિકામાં મોતનો આંકડો 3000ને પાર, ગુજરાતીની વસતિવાળા આ શહેરોમાં ગંભીર સ્થિતિ
ન્યૂયોર્કમાં આવેલી હોસ્પિટલોમાં ક્ષમતા કરતા વધારે કોરોના વાયરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે.અમેરિકામાં હાલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,63,000ને વટાવી ગઈ છે.
ન્યૂયોર્કઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચીન, સ્પેન, ઈટાલી બાદ અમેરિકામાં કોરોના વાયરસથી ઘણા લોકોના મોત થયા છે. સોમવારનો દિવસ અમેરિકા માટે કાળ સાબિત તયો હતો અને સંક્રમણના નવા 20,353 કેસ સામે આવ્યા બાદ નવો રેકોર્ડ બનાવ્યો હતો.
અમેરિકામાં હાલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,63,000ને વટાવી ગઈ છે અને એક જ દિવસમાં 573 લોકોના મોત થતાં મૃતકોની સંખ્યા વધીને 3100ને પાર થઈ ગઈ છે. જેમાં સૌથી વધુ અસર ગુજરાતીઓની મોટી સંખ્યા છે તેવા ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જોવા મળી રહી છે.
ન્યૂયોર્કના મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું, હાલનો સમય યુદ્ધ જેવા વાતાવરણ સામે લડવાનો છે અને તેમાં આપણે બધાએ એક રહેવાનું છે. ન્યૂયોર્કમાં આવેલી હોસ્પિટલોમાં ક્ષમતા કરતા વધારે કોરોના વાયરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે, જેને લઈ તંત્ર દ્વારા હેલ્થકેર વર્કર્સને સ્વેચ્છાએ આગળ આવવા અપીલ કરી છે.
ન્યૂજર્સીની વર્ચુઆ મેમોરિયલ હોસ્પિટલમાં કામ કરતી નર્સે કહ્યું, જો અમે અમારી જાતની કાળજી નહીં લઈએ તો તમારી કેવી રીતે કાળજી રાખીશું. અમેરિકામાં કોરોના સંક્રમિતોની જલદી ખબર પડે તે માટે રાજયોમાં ડ્રાઈવ થ્રૂ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion