શોધખોળ કરો
Advertisement
Coronavirus: WHOથી અલગ રશિયાનો દાવો, ઓક્ટોબરમાં મોટા પાયે રસીકરણની તૈયારી
સરકારી સંશોધન સંસ્થા ગૈમેલેયા ઇન્સ્ટિટ્યૂટ(Gamaleya Institute)એ કોવિડ-19 રસીનું ટ્રાયલ પૂરું કરી લીધું છે.
Corornavirus: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ની ચિંતાઓથી ઉલટ રશિયાએ મોટો દાવો કર્યો છે. તેણે કોરોના રસીની તૈયારી પૂરી થયા બાદ મંજૂરી મેળવવા માટે ચાલી રહેલ પ્રયત્ન વિશે વાત કહી છે. રશિયાએ કહ્યું છે કે, તેણે મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ કરવાની ઇચ્છા છે. હાલમાં ક્લીનિકલ ટ્રાયલ પુરું થયા બાદ હાલમાં શિક્ષકો અને ડોક્ટરો પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.
રશિયાએ કોરોના રસીકરણો દાવો કર્યો
સરકારી સંશોધન સંસ્થા ગૈમેલેયા ઇન્સ્ટિટ્યૂટ(Gamaleya Institute)એ કોવિડ-19 રસીનું ટ્રાયલ પૂરું કરી લીધું છે. સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાશખોએ કહ્યું, ‘અમારી ઇચ્છા ઓક્ટોબરમાં મોટા પાયે રસીકરણ અભિયાનસ શરૂ કરવાનું છે. રશિયાની પ્રથમ કોવિડ-19 રસી માટે મંજૂરી મેળવવા પર કામ ચાલી રહ્યું છે. ઓગસ્ટમાં નિયામકો તરફથી મંજૂરી મળવાની આશા છે.’ જોકે કેટલાક નિષ્ણાંતોએ રસીના ઝડપથી વિકસિત કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રસીની સુરક્ષા પ્રત્યે સુનિશ્ચિત થયા વગર રાષ્ટ્રીય પ્રતિષ્ઠા ખાતર ઉઠાવવામાં આવેલ પગલું ગણાવ્યું છે.
નિષ્ણાંતોએ સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા
અમેરિકામાં સૌથી મોટી મહામારી રોગ નિષ્ણાંત એંથોની ફાઉચીનું કહેવું છે કો, બની શકે કે રશિયા અને ચીન અલગ અલગ નિયમન સિસ્ટને કારણે અમેરિકન રસીનો ઉપયોગ ન કરે. તેમનું કહેવું છે કે, અમેરિકાની ટેસ્ટિંગ પહેલા રસીના વિતરણની તૈયારીનો દાવો મુશ્કેલી ઉભી કરી શકે છે. નોંધનીય છે કે, આ પહેલા પણ એવો દાવો સામે આવ્યો હતો કે રશિયાના ગૈમેલેયા ઇન્સ્ટિટ્યૂટે કોરોની રસી એપ્રિલ મહિનામાં જ તૈયાર કરી લીધી હતી અને રશિયા રાજનેતાઓ સહિત ધનાઢ્ય લોકોને રસીનો ડોઝ આપવામાં આવી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડેટા અનુસાર કોવિડ-19ની ઓછામાં ઓછી ચાર રસી માનવ પરીક્ષણના અંતિમ તબક્કામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement