કોરોનાને હરાવવા ભારતને કયા કયા દેશો કરી રહ્યાં છે મદદ, અત્યાર સુધી કયા દેશે શું કરી મદદ, જાણો વિગતે
ભારતની પડખે મદદ માટે દુનિયાના કેટલાક દેશો મદદ કરી રહ્યાં છે. હવે દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓક્સિજન અને અન્ય સામગ્રીઓથી ભરેલી 25 ફ્લાઇટ્સ પહોંચી ચૂકી છે. જાણો અમેરિકાથી લઇને બ્રિટન સુધીના દેશો ભારતને અનેક પ્રકારે મદદ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોની બીજી લહેર તબાહી મચાવી રહી છે. દરરોજ ચાર લાખથી વધુ કેસો સામે આવી રહ્યાં છે, સાથે સાથે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ અંગે ચિંતિત છે. ભારતીય સેના પણ લોકોને મદદ કરવા મેદાનમાં આવી ચૂકી છે. આટલુ બધુ કરવા છતાં હજુ કોરોના કાબુ બહાર છે. દેશની હૉસ્પીટલોમાં ચિકિત્સા સુવિધાથી લઇને ઓક્સિજન સહિતની વસ્તુઓ ખુટી રહી છે.
હવે આ મામલે ભારતની પડખે મદદ માટે દુનિયાના કેટલાક દેશો મદદ કરી રહ્યાં છે. હવે દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓક્સિજન અને અન્ય સામગ્રીઓથી ભરેલી 25 ફ્લાઇટ્સ પહોંચી ચૂકી છે. જાણો અમેરિકાથી લઇને બ્રિટન સુધીના દેશો ભારતને અનેક પ્રકારે મદદ કરી રહ્યાં છે.
કયા કયા દેશમાંથી આવી રહી છે મદદ.....
નેધરલેન્ડ
નેધરલેન્ડમાંથી 449 વેન્ટિલેટર્સ, 100 કન્સન્ટ્રેટર્સ અને અન્ય મેડિકલ સપ્લાય લાવનારી એક ફ્લાઇટ્સ આજે સવારે ભારત પહોંચી ચૂકી છે. વિદેશ મંત્રાલયે કહ્યું- આગામી થોડાક દિવસોમાં બાકી મેડિકલ ઉપકરણ જહાજથી મોકલવામાં આવશે.
સ્વિત્ઝર્લેન્ડ
સ્વિત્ઝર્લેન્ડમાંથી લગભગ 600 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ, 50 વેન્ટિલેયર્સ અને અન્ય મેડિકલ સપ્લાય લઇને એક ફ્લાઇટ આજે સવારે ભારત પહોંચી છે.
બ્રિટન
આ પહેલા 4 મેએ ઇન્ડિયન એરફોર્સની ફ્લાઇટ બ્રિટનથી ઓક્સિજન સિલિન્ડર લઇને આવી, આ ફ્લાઇટ્સ ચેન્નાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી.
અમેરિકા
અમેરિકામાંથી કેટલીય વસ્તુઓ આવી રહી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ જણાવ્યુ કે- અત્યાર સુધી ભારતમા માટે છ વિમાનો દ્વારા મદદ મોકલવામા આવી છે. આમા ઓક્સિજન, ઓક્સિજન સપ્લાય, N95 માસ્ક, ટેસ્ટ કિટ અને દવાઓ સામેલ છે. તેમને જણાવ્યુ કે, ભારત સરકારના અનુરોધ પર અમેરિકન મદદનો જથ્થો ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટીને સોંપવામાં આવ્યો છે.
કેટલાક બીજા દેશો પણ કરી રહ્યાં છે મદદ.....
ભારતમાં 3 મે સુધી 14 દેશોમાંથી ઇમર્જન્સી સપ્લાય મળી ચૂકી છે, જેમાં યુકે, મૉરેશિયસ, સિંગાપુર, રશિયા, યુએઇ, આયરલેન્ડ, રોમાનિયા, થાઇલેન્ડ, અમેરિકા, જર્મની, ઉજબેકિસ્તાન, ફ્રાન્સ, ઇટાલી અને બેલ્જિયમ સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લવ અગ્રવાલનુ કહેવુ છે કે હજુ અમે તમામ પ્રકારની સપ્લાય લઇ રહ્યાં છીએ, જલ્દી જ ભારતમાં આનુ વિતરણ શરૂ થશે.