શોધખોળ કરો

કોરોનામુક્ત થયેલા આ દેશમાં ફરીથી થઇ કોરોનાની એન્ટ્રી, ચાર અઠવાડિયા ચૂંટણીઓ કરાઇ રદ્દ

નવા કેસો બહાર આવ્યા બાદ ન્યૂઝીલેન્ડમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1271 થઇ ગઇ છે. આમાંથી 69 એક્ટિવ કેસ છે જેમનો હાલ ઇલાજ ચાલી રહ્યો છે

ન્યૂઝીલેન્ડઃ કોરોનાનો કેર દુનિયામાં સતત વધી રહ્યો છે.કોરોના મુક્ત થઇ ગયેલા ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસે ફરીથી એકવાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં ન્યૂઝીલેન્ડમાં કોરોનાના 13 નવા કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. હવે ન્યૂઝીલેન્ડમાં એક્ટિવ કેસોની સંખ્યા 69 પર પહોંચી ગઇ છે. ખાસ વાત છે કે, ન્યૂઝીલેન્ડ મે મહિનામાં જ કોરોના મુક્ત થઇ ગયુ હતુ, અને હવે ફરીથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા સરકાર ચિંતામાં આવી ગઇ છે. આ કારણે હવે ન્યૂઝીલેન્ડમાં સામાન્ય ચૂંટણી પર ચાર અઠવાડિયા સુધીની રોક લગાવી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય મામલાના મહાનિદેશક એશલે બ્લૂમફિલ્ડે કહ્યું કે, બધા કેસો ઓકલેન્ડમાં એક ક્લસ્ટર સાથે જોડાયેલા છે, જ્યાંથી હાલનો પ્રકોપ શરૂ થયો છે. બ્લૂમફિલ્ડે કહ્યું કે, આ કેસોમાં એક બાળક આ મહિનાની શરૂઆતમાં આફઘાનિસ્તાનમાંથી ન્યૂઝીલેન્ડ આવ્યો હતો. પહેલા તે કોરોના નેગેટિવ નીકળ્યો હતો, પરંતુ 14 દિવસ ક્વૉરન્ટાઇન પીરિયડના 12માં દિવસે તે કોરોના પૉઝિટીવ થઇ ગયો હતો. ત્યારથી તેને ઓકલેન્ડમાં ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવ્યો છે. બ્લૂમફિલ્ડે કહ્યું કે, 12 અન્ય કેસ કૉમ્યુનિટીમાંથી છે. નવા કેસો બહાર આવ્યા બાદ ન્યૂઝીલેન્ડમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1271 થઇ ગઇ છે. આમાંથી 69 એક્ટિવ કેસ છે જેમનો હાલ ઇલાજ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને ઓકલેન્ડ વિસ્તારમાં એલર્ટ 3 લૉકડાઉન અને બાકીની અન્ય જગ્યાઓ પર એલર્ટ 2 જાહેર કરીને 26 ઓગસ્ટ સુધી લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે, જે 12 દિવસ સુધી ચાલુ રહેશે. માર્ચના અંતમાં ન્યૂઝીલેન્ડ એક મહિનાના રાષ્ટ્રીય એલર્ટ સ્તર 4 લૉકડાઉનમાં ગયુ હતુ, ત્યારબાદ કોરોના વાયરસની લડાઇન જીતનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો હતો. ન્યૂઝીલેન્ડમાં 102 દિવસ બાદ ફરી એકવાર કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો, ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર કોરોનાનુ સંક્રમણ ફેલાવવાનો ખતરો છે. સૌથી પહેલા 28 ફેબ્રઆરીએ ન્યૂઝીલેન્ડમાં પહેલો કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

Embed widget