શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જોનસન એન્ડ જોનસને કોરોના રસીનું ટ્રાયલ અટકાવ્યું, વોલન્ટિયર બીમાર થયા બાદ લીધો નિર્ણય
આ પહેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જોનસન એન્ડ જોનસનની કોરોના રસી ઉમેદવારમાં કોરોના વાયરસ વિરૂદ્ધ મજબૂત ઇમ્યુન રિસ્પોન્સ મળી રહ્યો છે.
Covid-19 Vaccine Update: કોરોના રસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જોનસન એન્ડ જોનસન કોરોના રસીનું હ્યુમન ટ્રાયલ અટકાવી દીધું છે. તેમનું કહેવું છે કે, એક વોલન્ટિયરમાં અસ્પષ્ટ બીમારીને કારણે ટ્રાયલ અટકાવવું પડ્યું છે. જોનસન એન્ડ જોનસ, કંપનીએ કોરોના રસી પર ચાલી રહેલ ટ્રાયલથી એક વ્યક્તિ બીમાર થયા બાદ અટકાવવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું કે, ટેસ્ટમાં સામેલ દરેક વ્યક્તિની સુરક્ષા અમારી પ્રથમ જવાબદારી છે માટે અમે થોડા દિવસ માટે ટ્રાયલ અટકાવી રહ્યા છીએ.
જોનસન એન્ડ જોનસને અટકાવ્યું ટ્રાયલ
કંપનીએ કહ્યું કે, વોલન્ટિયરની બીમારીને કંપની સમજવાનો પ્રયત્ન કરી રહી છે. અને કંપનીના ક્લીનિકલ અને સુરક્ષા સાથે જોડાયેલ ડોક્ટર ઉપરાંત સ્વતંત્ર ડેટા મોનટરિંગ બોર્ડ મૂલ્યાંકન કરી રહ્યાં છે.
એક વોલન્ટિયરમાં અસ્પષ્ટ બીમારી હોવાનું જાણવા મળ્યું
આ પહેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે જોનસન એન્ડ જોનસનની કોરોના રસી ઉમેદવારમાં કોરોના વાયરસ વિરૂદ્ધ મજબૂત ઇમ્યુન રિસ્પોન્સ મળી રહ્યો છે. આ દાવો શરૂઆત અને મધ્ય કક્ષાના હ્યુમન ટ્રાયલ બાદ કરવામાં આવ્યો હતો. સીએનએન અનુસાર, પ્રથમ બે તબક્કાના હ્યુમન ટ્રાયલના પરિણામ ઘણાં અસરકારક જોવા મળ્યા હતા. ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે, તેના એક ડોઝથી તમામ 800 વોલન્ટિયર પર મજબૂત ઇન્યૂન રિસ્પોન્સ મળ્યો હતો.
ટ્રાયલના વચગાળાના પરિણામ જણાવે છે કે, રસીના ડોજ ઇમ્યૂન રિસ્પોન્સ આપે છે અને સુરક્ષિત હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી મોટા ગ્રુપ પર રસીનું હ્યુમન ટ્રાયલ આગળ કરવામાં આવી શકે. જુલાઈમાં વાંદરાઓ પર જે એન્જ જેના સિંગર ડોઝથી મજબૂત સુરક્ષા મળ્યા બાદ કંપનીને ઘણઓ ઉત્સાહ મળ્યો હતો. તેણે અમેરિકન સરકારની મદદથી કોરોના વાયરસ સંક્રમણ વિરૂદ્ધ પ્રથણ અને બીજા તબક્કાનું હ્યુમન ટ્રાયલ શરૂ કર્યું. પરિણામના આધારે જે એન્ડ જેએ વિતેલા મહિને અંતિમ તબક્કાનું પરિક્ષણ 60 હજાર લોકો પર શરૂ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion