શોધખોળ કરો
Advertisement
Coronavirus:અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1951 લોકોના મોત, અત્યાર સુધી 52 હજારના મોત
છેલ્લા 24 કલાકમાં 38474 નવા કેસ સામે આવ્યા છે અને 1942 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક,ન્યજર્શી,કૈલિફોર્નિયામાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે.
Coronavirus:કોરોના વાયરસે સૌથી વધારે કહેર દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પર વરસાવ્યો છે. વિશ્વના લગભગ એક તૃતીયાંશ દર્દીઓ અમેરિકામાં છે. અહીં નવ લાખથી વધુ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. છેલ્લા 24 કલાકમાં 38474 નવા કેસ સામે આવ્યા છે અને 1942 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક,ન્યજર્શી,કૈલિફોર્નિયામાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે.
વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવારે સવાર સુધી વધીને 9 લાખ 25 હજાર 038 થઈ છે. જ્યારે 52,185 લોકોના મોત થયા છે. 1 લાખ 10 હજાર 432 લોકો સ્વસ્થ થયા છે. અમેરિકામાં ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધુ 2,77,445 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં જ 21,291 લોકોના મોત થયા છે. બાદમાં ન્યૂ જર્સીમાં 102,196 કોરોના દર્દીઓમાંથી 5,617 લોકોના મોત થયા છે.
કોરોના વાયરસના સંકટથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ અમેરિકામાં બેરોજગારી સતત વધી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બેરોજગારીનો આ આંકડો 1930માં આવેલી મહામંદીના સ્તર સુધી પહોંચી ગયો છે. બેરોજગારીના નવા આંકડા મુજબ કોરોના વાયરસના કારણે દર છ કર્મચારીમાંથી એક નોકરી ગુમાવી રહ્યો છે. આર્થિક સંકટના કારણે અહીં સદને આશરે 500 અરબ ડૉલરનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે, જેનાથી સંકટગ્રસ્ત કારોબાર અને હોસ્પિટલની મદદ કરી શકાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion