અમેરિકી સેનેટમાં 'જય શ્રી કૃષ્ણ' કહી કાશ પટેલે જીત્યું દિલ, ટ્રંપના FBI ચીફનો વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કાશ પટેલને ફેડરલ તપાસ એજન્સી FBIના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.

US Kash Patel Viral Video: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કાશ પટેલને ફેડરલ તપાસ એજન્સી FBIના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. ગુરુવારે કાશ પટેલની નિમણૂકને સમર્થન આપવા માટે સેનેટમાં બેઠક યોજાઈ હતી. આ બેઠક પહેલા કાશ પટેલે તેમના માતા-પિતાના ચરણ સ્પર્શ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમના ભારતીય મૂલ્યો અને પરંપરાગત મૂળને જાળવી રાખવા માટે તેમની પ્રશંસા કરી રહ્યા છે. કાશ પટેલે તેમના માતા-પિતાને જય શ્રી કૃષ્ણ કહીને સંબોધ્યા હતા, જેની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ પહેલીવાર છે જ્યારે કોઈએ પોતાના માતા-પિતાનું આ રીતે સન્માન કર્યું છે. આ પ્રેમ છે."
અન્ય એક યુઝરે લખ્યું કે તમારા મૂળને ક્યારેય ભૂલશો નહીં. બીજાએ લખ્યું કે વાહ! મને લાગતું ન હતું કે હવે હું તેનાથી પ્રભાવિત થઈ શકીશ, તેના માતા-પિતાને ગર્વ હોવો જોઈએ.
This is ❤️ - surely this is for the first time that anyone inside that Congressional hearing chamber touched anyone’s feet to pay his/her respects… notice how @Kash_Patel touched feet of his parents as soon as he entered for his confirmation hearing!
— Alok Bhatt (@alok_bhatt) January 30, 2025
Sanskaar! pic.twitter.com/tIDqS3WVB0
જય શ્રી કૃષ્ણ કહી માતા-પિતાનો પરિચય કરાવ્યો
કાશ પટેલે સુનાવણી દરમિયાન તેના માતા-પિતાનો પરિચય આપતાં કહ્યું કે હું મારા પિતા પ્રમોદ અને મારી માતા અંજનાનું સ્વાગત કરવા માંગુ છું, જેઓ આજે અહીં બેઠા છે. તે ભારતથી અમેરિકા આવ્યા હતા. મારી બહેન નિશા પણ અહીં છે. જય શ્રી કૃષ્ણ. તેમના પરંપરાગત અભિવાદનને ભારતીય સમુદાય અને અમેરિકન નાગરિકો બંને દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
કોણ છે કાશ પટેલ ?
કાશ પટેલ ભારતીય-અમેરિકન વકીલ અને રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે. તેઓ એફબીઆઈ ડિરેક્ટરના પદ માટે નોમિની છે. આ દરમિયાન, સેનેટ ન્યાયિક સમિતિમાં તેમના નામાંકનની સમીક્ષા ચાલી રહી છે. જો તે પાસ થઈ જાય તો તે ભારતીય મૂળના પ્રથમ FBI ડાયરેક્ટર બની શકે છે. જો કે, ટ્રમ્પ પ્રત્યેની તેમની વફાદારીને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જેના કારણે તેમના નોમિનેશનમાં વિવાદ થઈ શકે છે.





















