શોધખોળ કરો
Advertisement
ભારત બાદ અમેરિકાએ આપ્યા TikTok પર બેનના સંકેત, જાણો ટ્રંપે શું કહ્યું ?
ભારત બાદ અમેરિકાએ પણ ચાઈનિઝ એપ ટિકટોક પર બેન લગાવવાના સંકેત આપ્યા છે.
નવી દિલ્હી: ભારત બાદ અમેરિકાએ પણ ટિકટોક બેન કરવાના સંકેત આપ્યા છે. અમેરિકા પણ ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરવાની તૈયારીમાં હોવાનો સંકેત શુક્રવારે સાંજે મળ્યો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની એપ ટીકટોક પર પ્રતિબંધ લગાવવાના સંકેત આપ્યા છે.
ટ્રમ્પે કહ્યું હતું કે ચોવીસ કલાકમાં એક એક્ઝિક્યુટીવ ઓર્ડર દ્વારા ટીકટૉક પર પ્રતિબંધ લગાવવામાં આવશે. અમારું વહીવટી તંત્ર આ દિશામાં કામ કરી રહ્યું છે. ટીકટોકનું મૂલ્યાંકન થઇ રહ્યું છે. આ એપ હવે રાષ્ટ્રીય સુરક્ષા અને સેન્સરશીપના મુદ્દે મહત્ત્વની બની રહી હતી. અમે એના પર બેન લગાવવાની તૈયારી કરી રહ્યા છીએ.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપે કહ્યું, ચીની એપ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય અમે કરી રહ્યા છીએ, અમારી પાસે બીજા પણ કેટલાક વિકલ્પો છે. અમે એ વિકલ્પો વિશે વિચારી રહ્યા છીએ. યોગ્ય સમયે નિર્ણયની જાણ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion