શોધખોળ કરો

Iran-Israel War :અમેરિકી સૈન્ય હુમલા બાદ ઇરાને મિસાઇલ અટેક કરતા ઇઝરાયલમાં વિસ્ફોટ, જાણો ડિટેલ

Iran-Israel War :ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે તેણે ઇરાનથી છોડવામાં આવેલી મિસાઇલો ઓળખી કાઢી છે. ઇઝરાયલની સંરક્ષણ પ્રણાલીઓ આ ખતરાને રોકવા માટે કાર્યરત છે.

Iran-Israel War :તેલ અવીવના સૌથી નજીકના સાથી અમેરિકા દ્વારા ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યાના કલાકો પછી ઈરાને ઈઝરાયલ તરફ મિસાઈલોનો મારો શરૂ કર્યો. ઈઝરાયલના કેટલાક ભાગોમાં સાયરન વાગ્યું અને તેલ અવીવ સહિત મધ્ય ઈઝરાયલના કેટલાક ભાગોમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા.

ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે તેણે ઇરાનથી છોડવામાં આવેલી મિસાઇલો ઓળખી કાઢી છે, અને દેશની સંરક્ષણ પ્રણાલીઓ આ ખતરાને રોકવા માટે કામ કરી રહી છે.સમાચાર એજન્સી AFP અનુસાર,ઈરાનથી ઈઝરાયલ પર 30 મિસાઈલ છોડવામાં આવી છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી કે, દેશે ત્રણ પરમાણુ સ્થળો - ફોર્ડો, નાતાન્ઝ અને એસ્ફહાન પર હુમલો કર્યો છે. ઇઝરાયલે પરમાણુ અને લશ્કરી સ્થળો,ટોચના સેનાપતિઓ અને વૈજ્ઞાનિકોને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યાના એક અઠવાડિયા કરતાં વધુ સમય પછી યુએસ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી છે.

આ હુમલામાં ઈરાનના ફોર્ડો પરમાણુ  ઇંધણ સંવર્ધન પ્લાન્ટ પર GBU-57 મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર તરીકે ઓળખાતા બંકર-બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં આ બોમ્બ ફક્ત B-2 સ્ટીલ્થ બોમ્બર દ્વારા જ ફેંકવામાં આવે છે, જે ફક્ત યુએસ શસ્ત્રાગારમાં જ જોવા મળે

આ ઉપરાંત, યુએસ સબમરીન દ્વારા લગભગ ૩૦ ટોમાહોક મિસાઇલો છોડવામાં આવી હતી.ત્યારથી, યુએસએ ઈરાન સામે કડક વલણ અપનાવ્યું છે અને તેને પીછેહઠ કરવા કહ્યું છે.વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે ટ્રમ્પ અમેરિકા સંઘર્ષમાં ઉતરશે કે નહીં અને સૈનિકો મોકલશે કે નહીં તે અંગે વિચાર-વિમર્શ કરવા માટે વધારાનો સમય માંગી રહ્યા છે.

પરમાણુ સ્થળો પર હુમલા બાદ કિરણોત્સર્ગના ભય વચ્ચે, ઈરાને કહ્યું કે, ત્રણેય સ્થળોએ રિડ્યોધર્મી દૂષણના કોઈ સંકેતો નથી અને નજીકના રહેવાસીઓ માટે કોઈ ખતરો નથી.                                                                                                                                  

ટોપ સ્ટોરી

FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ

વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget