(Source: ECI/ABP News/ABP Majha)
Gwadar Port Attack: પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ ઓથોરિટિ કોમ્પલેક્સમાં અંધાધૂધ ફાયરિંગ, તમામ હુમલાખોરો ઠાર
Gwadar Port Attack: ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં બુધવારે (20 માર્ચ) અચાનક અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું. જો કે સુરક્ષા દળોએ હુમલાખોરોને જવાબ આપતા જવાબી ફાયરિંગ કર્યું હતું.
Gwadar Port Attack: બુધવારે (20 માર્ચ) અચાનક અજાણ્યા હુમલાખોરોએ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સ પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. સુરક્ષા દળોએ હુમલાખોરોના ગોળીબારનો સંપૂર્ણ દૃઢ નિશ્ચય સાથે જવાબ આપ્યો. આ જવાબી હુમલામાં સુરક્ષા દળોએ તમામ હુમલાખોરોને માર્યા હોવાના અહેવાલ છે.
સમાચાર એજન્સી રોયટર્સને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ગ્વાદર પોર્ટ પર હુમલો કરનારા લોકોની સંખ્યા 8 હતી. આ તમામ હુમલાખોરો જવાબી કાર્યવાહી દરમિયાન માર્યા ગયા હતા.
ગ્વાદર પોર્ટ ઓથોરિટી (GPA) સંવેદનશીલ સરકારી સ્થાપનોની મેજબાની કરે છે, જેમાં ગ્વાદર બંદરનો સમાવેશ થાય છે જ્યાં ચીની એન્જિનિયરો પાકિસ્તાનનું ત્રીજું સૌથી મોટું બંદર બનાવવા માટે કામ કરી રહ્યા છે.
ગ્વાદર પોર્ટ, ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાંથી એક
ગ્વાદર બંદર અબજ-ડોલરના ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર(CPEC) ના કેન્દ્રીય બિંદુઓમાંનું એક છે, જેમાં ઘણા ચાઇનીઝ કામદારો બંદર પર કામ કરી રહ્યા છે. ચીન CPEC અંતર્ગત બલૂચિસ્તાનમાં જંગી રોકાણ કરી રહ્યું છે.
ગયા વર્ષે પણ ચીની એન્જિનિયરોના કાફલા પર હુમલો થયો હતો
ગયા વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં આતંકવાદીઓએ પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતના બંદર શહેર ગ્વાદરમાં ચીની એન્જિનિયરોને લઈ જઈ રહેલા કાફલા પર હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ કાફલામાં 3 SUV અને એક વાન સામેલ હતી. બધા બુલેટપ્રુફ હતા. તેમના દ્વારા જ તમામ 23 ચીની કર્મચારીઓને લાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. હુમલા દરમિયાન IED વિસ્ફોટ થયો હતો. સાથે જ વાન પર પણ ગોળીઓ છોડવામાં આવી હતી.