First Human Spaceflight: Jeff Bezos સહિત ચાર લોકોએ અંતરીક્ષની મુસાફરી કરીને રચ્યો ઈતિહાસ
આ રોકેટમાં જેફ અને તેનો ભાઈ માર્ક, નેધરલેંડની 18 વર્ષીય ઓલિવર ડેમન અને 82 વર્ષીય મહિલા વેલી ફેંક સામેલ છે.
First Human Spaceflight: અંતરીક્ષમાં આજે ઈતિહાસ રચાયો હતો. એમેઝોનના સંસ્થાપક જેફ બેજોશની કંપની બ્લૂ ઓરિજનનું ટૂરિઝમ રોકેટ આજે ચાર લોકોને લઈને અંતરીક્ષમાં ગયું છે. આ રોકેટમાં જેફ અને તેનો ભાઈ માર્ક, નેધરલેંડની 18 વર્ષીય ઓલિવર ડેમન અને 82 વર્ષીય મહિલા વેલી ફેંક સામેલ છે.
બેજોસ અને તેમની ટીમ જે રોકેટ શિપથી તેઓ સ્પેસમાં જશે, તે ઓટોનોમસ એટલે કે તેમાં પાયલટની જરૂરિયાત નથી. તેના કેપ્સુલમાં 6 સીટ છે, પરંતુ તેમાંથી માત્ર 4 ભરવામાં આવશે. ન્યૂ શેફર્ડ નામના આ રોકેટની અત્યાર સુધીની 15 ફ્લાઈટ્સ સફળ રહી છે. જોકે તેમાં હજુ સુધી કોઈ યાત્રી ન હતા.
📸: Incredible moment Jeff Bezos' #BlueOrigin New Shepard takes off, soars in first flight with humans aboard. https://t.co/BvjOFqAt2X pic.twitter.com/uQuG9t5kIU
— ABC News (@ABC) July 20, 2021
બેજોસે અંતરિક્ષમાં જવા માટે આ દિવસ એટલા માટે પસંદ કર્યો કેમકે એપોલો 11 સ્પેસશિપ કે જેમાં બેસીને એસ્ટ્રોનોટ્સ નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ એલ્ડ્રિન આજથી ઠીક 52 વર્ષ પહેલાં 1969માં ચંદ્ર પર પહોંચ્યા હતા. બ્રેન્સનનું સ્પેસક્રાફ્ટ લગભગ 85 કિમી ઉપર સુધી ગયું હતું. તેના પછી પણ બ્રેન્સનના વર્જિન ગેલેક્ટિકની ફ્લાઈટમાં સવાર તમામ પેસેન્જર્સ એસ્ટ્રોનોટ બની ગયા છે. આનું કારણ છે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને યુનાઈટેડ સ્ટેટ્સ એર ફોર્સની સ્પેસની પરિભાષા, જે અંતરિક્ષને 50 માઈલ (80 કિમી) ઉપર માને છે.
બ્લૂ ઓરિજિનના ન્યૂ શેફર્ડે ૧૫માંથી ૧૪ વખત એરર વગર પરીક્ષણો કર્યા હતા. જેફ બેઝોસે આ અંતરિક્ષ યાત્રા પહેલાં ટ્વિટ કર્યું હતુંઃ પ્રેક્ટિસ પૂરી થઈ ચૂકી છે. હવે અંતરિક્ષ ઉડાન માટે રાહ જોઈ શકવાનું મારા માટે મુશ્કેલ બન્યું છે. ન્યૂ શેફર્ડ કેપ્શૂલમાં કુલ છ મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે. વેસ્ટ ટેક્સાસમાંથી આ યાન લોંચ થયું હતું અને ૧૧૦ કિલોમીટર સુધીની ઊંચાઈએ પહોંચતાની સાથે જ નવો ઈતિહાસ સર્જાયો હતો. અગાઉ રિચાર્ડ બ્રાન્સને ૧૧મી જુલાઈએ અંતરિક્ષ યાત્રા કરી હતી, પરંતુ તેનું યાન ૮૫ કિલોમીટરથી વધુ દૂર પહોંચ્યું ન હતું.