(Source: ECI/ABP News/ABP Majha)
New Zealand Flood: ન્યૂઝીલેન્ડમાં ભારે વરસાદ અને પુરથી તબાહી, એરપોર્ટ પર ફંસાયા લોકો, 3ના મોત, ઇમર્જન્સી જાહેર
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારે વરસાદ અને પુરની (New Zealand Flood) ભયાનક સ્થિતિબાદ ઇમર્જન્સી (Emergency) જાહેર કરી દેવામા આવી છે
New Zealand Flood Damage: ન્યૂઝીલેન્ડમાં ભારે વરસાદ અને પુરથી તબાહી મચી ગઇ છે. ઓકલેન્ડમાં રસ્તાંઓ પર કેટલાય ફૂટ સુધી પાણી ભરાઇ ગયુ છે. કેટલાય ઘરોથી લઇને એરપોર્ટ સુધી પાણી ભરાઇ ગયા છે. વરસાદ અને પુરના કારણે કેટલાય લોકોના મોત થયાના સમાચાર છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ હિપકિન્સ (PM Chris Hipkins) એ શનિવાર (28 જાન્યુઆરી)એ કહ્યું કે, મુસળધાર વરસાદ (New Zealand Heavy Rain) ના કારણે પુરથી ત્રણ લોકોના મોત થઇ ગયા છે, કમ સે કમ એક લાપતા છે.
પીએમ હિપકિન્સે ઇમર્જન્સી સેવાઓ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું- આ હવામાનમાં વરસાદની ઘટનાથી મોટા પાયે નુકશાનથી માહોલ દુઃખદ છે.
ન્યૂઝીલેન્ડમાં પુરથી ભારે નુકશાન -
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારે વરસાદ અને પુરની (New Zealand Flood) ભયાનક સ્થિતિબાદ ઇમર્જન્સી (Emergency) જાહેર કરી દેવામા આવી છે. આકાશમાંથી વરસી રહેલી આફતથી લોકો ભયભીત છે. રસ્તાંઓ પર અનેક ફૂટ સુધી પાણી ભરાઇ ગયા છે. અનેક ઘરો અને ગાડીઓ પાણીમાં ગરકાવ છે. એટલુ જ નહીં કેટલાય યાત્રીઓ હાલમાં એરપોર્ટ પર ફંસાયેલા છે. ઓકલેન્ડ એરપોર્ટ પર પાણી ભરાઇ ગયુ છે અને અનેક યાત્રીઓ ત્યાં ફંસાઇ ગયા છે. પુરના કારણે 3 લોકોના મોત થઇ ગયા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
અમદાવાદઃ હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શહેરના પૂર્વના વસ્ત્રાલ, ઓઢવ અને અમરાઇવાડીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મણીનગર, કાંકરિયા, ખોખરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ઇસનપુર, લાંભા અને વટવામાં પણ વરસાદ વરસ્યો હતો. ઈસનપુર, નારોલમાં પણ વરસાદ નોંધાયો હતો. ઈસનપુર વિસ્તારમાં માવઠાએ લગ્નની મજા બગાડી હતી. લગ્નમાં આવેલા મહેમાનોએ ભોજનની થાળીઓ સાથે દોડવાની ફરજ પડી હતી. પૂર્વ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે શહેરીજનો પરેશાન થયા છે. શહેરના નિઝામપુરા, છાણી, સમા, ગોરવા, ફતેહગંજ, સયાજીગંજ, હરણી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં ઠંડકભર્યા વાતવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે. ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
સુરતના હજીરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યાં. અહીં ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડી વધી હતી જેના કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કમોસમી વરસાદ થતાં ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વડોદરાના સાવલીમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે