શોધખોળ કરો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો જમવાનું પીરસતા હોય તેવો વીડિયો વાયરલ, જાણો શું છે મામલો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો એક વીડિયા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયામાં તેઓ જમવાનું પીરસતા નજર આવી રહ્યાં છે.

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો એક વીડિયા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયામાં તેઓ જમવાનું પીરસતા નજર આવી રહ્યાં છે. સાથે તેમના પત્ની મિશેલ ઓબામા પણ આ વીડિયોમાં નજર આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બરાક ઓબામાં યૂનાઇટેડ સ્ટેટ્સના 44માં રાષ્ટ્રપતિ તરીકે રહી ચુક્યા છે અને તેઓ હાલમાં વોશિંગટનમાં રહે છે. બરાક ઓબામાંએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘વર્ષો સુધી દેશ માટે પોતાની સેવા આપ્યા બાદ ઓબામા અને તેનો પરિવાર તેમનો આભાર માને છે. ’ વાસ્તવામાં આ વીડિયો વર્ષ 2016નો છે જ્યારે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. ત્યારે સેનાના રિટારમેન્ટ હોમમાં પૂર્વ સૈનિકોને થેક્સગિવિંગ કરતા બરાક ઓબામાં અને તેમના પરિવારે ખુદ ભોજન પીરસ્યું હતું. આ વીડિયોમાં ધ્યાનથી જશો તો દિવાલ પર 'Armed Forces Retirement Home' અને તેનો લોગો નજર આવશે.
વધુ વાંચો





















