શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમેરિકાઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ટિફનીએ કર્યુ પ્રદર્શનકારીઓનું સમર્થન, શેર કરી આ પોસ્ટ
ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પત્ની અને ટિફનીની મા માર્લા મેપલ્સે પણ દેખાવકારોનું સમર્થન કરતા બ્લેક સ્ક્રીનની તસવીર પોસ્ટ કરી છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં આફ્રિકન-અમેરિકન અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઇડના મોત બાદ સતત પ્રદર્શન થઈ રહ્યા છે. વિશ્વમાં અનેક લોકો પ્રદર્શનને યોગ્ય ગણાવી રહ્યા છે. હવે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પે પણ ફ્લોઇડના મોત પર દેખાવકારોનું સમર્થન કર્યુ છે. ટિફનીએ ઈન્સ્ટાગ્રામ પર આક્રોશ વ્યકત કરીને બ્લેક સ્ક્રીન પોસ્ટ કરી છે.
તેણે #BlackoutTuesday #justiceforgeorgefloyd હેશટેગનો ઉપયોગ કરીને લખ્યું, આપણે એકલા ઓછું મેળવી શકીએ છીએ, એક સાથે ઘણું બધુ મેળવી શકીએ છીએ.
ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પત્ની અને ટિફનીની મા માર્લા મેપલ્સે પણ દેખાવકારોનું સમર્થન કરતા બ્લેક સ્ક્રીનની તસવીર પોસ્ટ કરી છે. ફ્લોઇડના મોતના જેટલા પણ આરોપી પોલીસવાળા છે તેમને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. તેમાંથી પહેલા જ એક પોલીસ સામે મામલો નોંધવામાં આવ્યો હતો, હવે અન્ય પોલીસકર્મી પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. ફ્લોઇડની હત્યા બાદ અમેરિકામાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સૈન્ય તૈનાત કરવાની ધમકી આપી હતી. આ પછી હિંસા વધી હતી, હિંસા વધતા ટ્રમ્પનું વલણ નરમ પડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દુનિયા
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion