શોધખોળ કરો
Advertisement
હાફિઝ સઈદની ભારતને ધમકીઃ પાકિસ્તાન લેશે ભારત સાથે બદલો, અમેરિકા પણ નહીં બચાવી શકે
નવી દિલ્હીઃ પીઓકેમાં ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક્સ બાદ લશ્કર ચીફ હાઝિઝ મોહમ્મદ સઈદની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ટ્વીટર પર હાફિઝ સઈદે ભારતને પરિણામ ભોગવાવની ચેતવણી આપી છે.
પોતાના ટ્વીટ્સમાં હાફિઝે કહ્યું છે કે, આઝાદ કાશ્મીરમાં કોઈ સર્જિકલ સ્ટ્રાઈક નથી થઈ. આ માત્ર અજિત દોવાલ દ્વારા કરવામાં આવેલ સાઈકોલોજિકલ ઓપરેશન ડ્રામા છે. પરંતુ બીજા જ ટ્વીટમાં આ આતંકવાદીએ લખ્યું છે કે, ભારતને તેના સર્જિકલ સ્ટ્રાઈક્સ માટે યોગ્ય જવાબ આપવામાં આવશે.
આગળ સઈદ લખે છે કે, ભારીય મીડિયા પણ જોશે કે પાકિસ્તાની સેનાએ કેવી રીતે સર્જિકલ સ્ટ્રાઈક્સ કર્યા. અમેરિકા પણ ભારતની કોઈ મદદ નહીં કરી શકે. જે લોકો અમારું પાણી રોકવાની વાત કરી રહ્યા છે તે સાંભળી લે કાશ્મીરને તેના ડેમની સાથે આઝાદ કરાવી લેવામાં આવશે. સઈદે માંગ કરી છે કે પાકિસ્તાની સેનાને કાશ્મીરને આઝાદ કરવા માટે ખુલી છૂટ આવામાં આવે.
આગળ સઈદ કહે છે કે, કાશ્મીરની આઝાદીથી ભારતની બર્બાદીની શરૂઆત થશે. 1971 સહિત ઘણાં બધા બદલા લેવાના બાકી છે. તમને જણાવીએ કે બુધવાર રાત્રે સેનાએ જે એલઓસી પાર કરી આતંકવાદીઓના લોન્ચિંગ પેડ પર હુમલો કરી તેને નષ્ટ કર્યા તેનાથી હાફિઝ સઈદ અકલાઈ ગયો છે. આ હુમલામાંથી 38થી વધારે આતંકવાદી માર્યા ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion