શોધખોળ કરો

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!

ઈઝરાયલના દબાણ હેઠળ શરૂ થયેલા યુદ્ધને ગણાવ્યું અમેરિકનોના હિતની વિરુદ્ધ; એક દિવસ પહેલાં જ વ્હાઇટ હાઉસના સલાહકાર સમીરા મુનશીએ પણ છોડી હતી ખુરશી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આતંકવાદ વિરોધી વિભાગના વડાએ યુદ્ધને ખોટું ગણાવી રાજીનામું આપ્યું.
  • ઈરાન હાલ અમેરિકા માટે કોઈ તાત્કાલિક ખતરો નથી - જો કેન્ટ.
  • ઈઝરાયલ અને અમેરિકન સમર્થકોના દબાણ હેઠળ યુદ્ધ શરૂ થયું.
  • ધાર્મિક સ્વતંત્રતા આયોગના સલાહકારે પણ ગેરકાયદેસર યુદ્ધ સામે રાજીનામું આપ્યું.

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધને લઈને હવે ખુદ અમેરિકામાં જ વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક પછી એક મોટા ફટકા પડી રહ્યા છે. યુએસ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (આતંકવાદ વિરોધી વિભાગ) ના વડા જો કેન્ટે મંગળવારે (17 માર્ચ) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આ યુદ્ધને ખોટું ગણાવ્યું છે અને કહ્યું છે કે તેઓ પોતાના અંતરાત્માની વિરુદ્ધ જઈને આ યુદ્ધને બિલકુલ સમર્થન આપી શકે તેમ નથી. ખાસ વાત એ છે કે આના બરાબર એક દિવસ પહેલાં જ, 16 માર્ચે વ્હાઇટ હાઉસ ધાર્મિક સ્વતંત્રતા આયોગના સલાહકાર સમીરા મુનશીએ પણ આવા જ કારણોસર પોતાનું રાજીનામું ધરી દીધું હતું.

"યુદ્ધને સમર્થન ન આપી શકું" - જો કેન્ટનો ટ્રમ્પને પત્ર

પોતાના રાજીનામા પાછળનું કારણ જણાવતા જો કેન્ટે કહ્યું કે, તેમણે ઘણો વિચાર-વિમર્શ કર્યા પછી આ મોટો નિર્ણય લીધો છે. તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પત્ર લખીને આ યુદ્ધ અંગે ભારે નિરાશા વ્યક્ત કરી હતી. પત્રમાં તેમણે રોકડા શબ્દોમાં જણાવ્યું છે કે, "હું ઈરાન સાથે ચાલી રહેલા આ યુદ્ધને કોઈપણ સંજોગોમાં સમર્થન આપી શકું તેમ નથી. ઈરાન અત્યારે આપણા દેશ (અમેરિકા) માટે કોઈ જ તાત્કાલિક ખતરો નથી."

ઈઝરાયલના દબાણનો આક્ષેપ અને ટ્રમ્પના કટ્ટર સમર્થક

કેન્ટે આ યુદ્ધ ફાટી નીકળવા પાછળનું મુખ્ય કારણ ઈઝરાયલ અને તેના શક્તિશાળી અમેરિકન સમર્થકોનું દબાણ હોવાનું જણાવ્યું છે. તેમના મતે આ યુદ્ધ અમેરિકન જનતા માટે કોઈ જ રીતે ફાયદાકારક નથી. અહી એ નોંધવું ખૂબ જ રસપ્રદ છે કે એક સમયે આ જ જો કેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત કટ્ટર સમર્થક ગણાતા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે તેમણે ટ્રમ્પ અને તેમની વિદેશ નીતિઓના ખુલ્લા દિલે વખાણ પણ કર્યા હતા.

સમીરા મુનશીએ પણ આપ્યું રાજીનામું

જો કેન્ટના રાજીનામા પહેલાં, અમેરિકન પ્રમુખની ધાર્મિક સ્વતંત્રતા સમિતિમાં સેવા આપનાર એકમાત્ર મુસ્લિમ મહિલા સલાહકાર સમીરા મુનશીએ પણ રાજીનામું આપી દીધું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ યુદ્ધને તદ્દન ગેરકાયદેસર ગણાવ્યું હતું. તેમની દલીલ હતી કે આ યુદ્ધ અમેરિકાના બંધારણ કે સંસદની સ્પષ્ટ મંજૂરી વગર જ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ઝાયોનિસ્ટ એજન્ડાનો આરોપ

સમીરા મુનશીએ બહુ મોટો દાવો કરતા કહ્યું હતું કે, માત્ર એક 'ઝાયોનિસ્ટ' રાજકીય એજન્ડાને આગળ ધપાવવા માટે પેલેસ્ટાઇન વિશેની ઊંડી માન્યતાઓ ધરાવતા ધાર્મિક લોકોને બોલવાની આઝાદી (અભિવ્યક્તિની સ્વતંત્રતા) થી વંચિત રાખવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ રાજકીય ખેલમાં લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે.

Frequently Asked Questions

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને લઈને અમેરિકામાં શું પ્રતિક્રિયા છે?

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ખુદ અમેરિકામાં વિરોધ થઈ રહ્યો છે. યુએસ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના વડા જો કેન્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

જો કેન્ટે શા માટે રાજીનામું આપ્યું?

જો કેન્ટે યુદ્ધને 'ખોટું' ગણાવ્યું અને કહ્યું કે તેઓ પોતાના અંતરાત્માની વિરુદ્ધ જઈને આ યુદ્ધને સમર્થન આપી શકે તેમ નથી. તેમણે કહ્યું કે ઈરાન અમેરિકા માટે કોઈ તાત્કાલિક ખતરો નથી.

સમીરા મુનશીએ પણ રાજીનામું આપ્યું હતું?

હા, જો કેન્ટના રાજીનામાના એક દિવસ પહેલાં, વ્હાઇટ હાઉસ ધાર્મિક સ્વતંત્રતા આયોગના સલાહકાર સમીરા મુનશીએ પણ સમાન કારણોસર રાજીનામું આપ્યું હતું. તેમણે યુદ્ધને ગેરકાયદેસર ગણાવ્યું હતું.

સમીરા મુનશીના મતે યુદ્ધ શા માટે ગેરકાયદેસર છે?

સમીરા મુનશીના મતે, આ યુદ્ધ અમેરિકાના બંધારણ કે સંસદની સ્પષ્ટ મંજૂરી વગર શરૂ કરાયું છે. તેમણે 'ઝાયોનિસ્ટ' રાજકીય એજન્ડાનો પણ આરોપ લગાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
Embed widget