Hamas Israel War: અમેરિકાના રાષ્ટ્રપતિ કાલે ઇઝરાયલ આવશે, વિદેશમંત્રી એન્ટની બ્લિંકને આપી જાણકારી
Hamas Israel War: ઇઝરાયલ અને હમાસ વચ્ચેના લોહિયાળ યુદ્ધમાં દરરોજ સેંકડો લોકો મરી રહ્યા છે
Hamas Israel War: ઇઝરાયલ અને હમાસ વચ્ચેના લોહિયાળ યુદ્ધમાં દરરોજ સેંકડો લોકો મરી રહ્યા છે. ઈઝરાયેલ અને હમાસના હુમલા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન બુધવારે ઈઝરાયલની મુલાકાત લેશે અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ માહિતી આપી છે. બ્લિંકને કહ્યું કે રાષ્ટ્રપતિ બાઇડન ઇઝરાયલ અને વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણે ઇઝરાયલની મુલાકાત લેશે.
#BREAKING Biden to visit Israel on Wednesday: Blinken pic.twitter.com/2UEqP3tLIV
— AFP News Agency (@AFP) October 17, 2023
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ માહિતી આપી હતી. મંગળવારે વહેલી સવારે તેલ અવીવમાં મીડિયાને સંબોધતા બ્લિંકને કહ્યું હતું કે આ ઈઝરાયલ, મિડલ ઇસ્ટ અને વિશ્વ માટે ખૂબ જ નાજુક ક્ષણ છે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ બાઇડન બુધવારે ઈઝરાયેલની મુલાકાત લેશે.
#WATCH | Israel: US Secretary of State, Antony Blinken says "US President Joe Biden will visit Israel on Wednesday. He is coming here at a critical moment for Israel, for the region, and for the world. President Biden will reaffirm the United States' solidarity with Israel.… pic.twitter.com/fdWaEhma3K
— ANI (@ANI) October 17, 2023
તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઇડન ઇઝરાયલ સાથે અમેરિકાની એકતાની પુષ્ટી કરવા તેલ અવીવ આવશે. રાષ્ટ્રપતિ બાઇડન ફરીથી સ્પષ્ટ કરશે કે ઇઝરાયલને તેના નાગરિકોની સુરક્ષા અને હમાસ અને અન્ય આતંકવાદી સંગઠનોના હુમલા રોકવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે એ પણ જાહેરાત કરી કે યુ.એસ. અને ઇઝરાયલ એક એવી મિકેનિઝમ બનાવવા માટે સહમત થયા છે જે અન્ય દેશો અને બહુપક્ષીય સંસ્થાઓને ગાઝામાં નાગરિકોને માનવતાવાદી સહાય પહોંચાડવા સક્ષમ બનાવશે.
અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઇડન એવા દેશો અને દળોને સ્પષ્ટ સંદેશ આપશે કે જેઓ આ સંકટનો ફાયદો ઉઠાવીને ઈઝરાયલ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ હમાસ દ્વારા બંધક બનેલા લોકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે અમેરિકાના ભાગીદારો સાથે નજીકથી સંકલન કરવાનું યથાવત રાખશે.
ઇઝરાયલ-હમાસ યુદ્ધનો 1મો દિવસ
ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચેના યુદ્ધને મંગળવારે 11 દિવસ થયા હતા. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 4,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં લગભગ 1,400 ઈઝરાયલના અને 2,750 પેલેસ્ટાઈનના લોકોના સમાવેશ થાય છે. હમાસના આતંકવાદીઓએ લગભગ 200 ઈઝરાયલ અને અન્ય દેશોના નાગરિકોને બંધક બનાવ્યા છે. અમેરિકા સહિત અન્ય દેશો તેમની સુરક્ષિત મુક્તિ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.