શોધખોળ કરો
બીજી ડિબેટમાં હિલેરી જીત્યા, મુસ્લિમો પર પ્રતિબંધના મુદ્દા પર લડયા હિલેરી-ટ્રંપ

સેંટ લુઈસ: રાષ્ટ્રપતિ પદની ડેમોકેટ્રિક ઉમેદવાર હિલેરી ક્લિંટનના અમેરિકામાં મુસ્લિમોના પ્રવેશ પ્રતિબંધિત કરવાની ડોનાલ્ડ ટ્રંપની યોજનાને લઈને આજે તેમને આડે હાથ લીધા હતા. હિલેરીએ કહ્યું કે મુસ્લિમ સમુદાય વિશે તેમની “ભડકાઉ નિવેદનબાજી”માં પડવું ખતરનાક છે. પ્રેજીડેંશિયલ ડિબેટમાં ટ્રંપના વર્ષ 2005ના એક સેક્સ ટેપે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રચારનો માહોલ જ બદલી નાખ્યો હતો. આ વીડિયોમાં ટ્રંપે મહિલાઓ વિરુદ્ધ અભદ્ર અને યૌન રૂપથી ભડકાઉ ટિપ્પણીઓ કરી હતી. ડિબેટ પહેલા ટ્રંપ અને હિલેરીની વચ્ચે વધી રહેલી હરીફાઈ ત્યારે બહાર આવી જ્યારે બન્ને ઉમેદવારો બીજી ડિબેટ માટે વૉશિંગ્ટન વિશ્વવિદ્યાલયના મંચ પર ઉતર્યા અને હિલેરીએ ટ્રંપ સાથે હાથ પણ મિલાવ્યો નહોતો. ટાઉન-હૉલ શૈલીની ડિબેટના બીજા ભાગ બન્ને હરીફો ઓબામા કેયર, કરો અને ઈસ્લામોફોબિયાના મુદ્દે એકબીજા સામે આવી ગયા હતા.
વધુ વાંચો





















