શોધખોળ કરો
Advertisement
#MeToo: હોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર હાર્વે વિંસ્ટીનને 23 વર્ષ જેલની સજા, 80થી વધારે મહિલાઓએ લગાવ્યા હતા આરોપ
હોલિવૂડના સૌથી શક્તિશાળી વ્યક્તિઓ પૈકીનો એક વિંસ્ટીનને 25 ફેબ્રુઆરીએ ન્યૂયોર્કની કોર્ટે દોષિ જાહેર કર્યો હતો.
ન્યૂયોર્કઃ હોલિવૂડ પ્રોડ્યૂસર હાર્વે વિન્સ્ટીનને દુષ્કર્મ તથા યૌન શોષણના કેસમાં 23 વર્ષની સજા ફટકારવામાં આવી છે. વિન્સ્ટીનને ગયા મહિને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ તે જેલમાં છે. સજા સંભળાવ્યાના થોડાં કલાક બાદ 67 વર્ષીય હાર્વેની તબિયત લથડી હતી. હાર્વેના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, છાતીમાં દુખાવાને કારણે હાર્વેને ન્યૂ યોર્કની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોલિવૂડના સૌથી શક્તિશાળી વ્યક્તિઓ પૈકીનો એક વિંસ્ટીનને 25 ફેબ્રુઆરીએ ન્યૂયોર્કની કોર્ટે દોષિ જાહેર કર્યો હતો.
હાર્વે પર ક્રિમિનલ સેક્સુઅલ એક્ટ અને દુષ્કર્મ જેવા આરોપ લાગ્યા હતા. જેની તપાસમાં તે દોષિ જણાયો હતો. પાંચ મહિલાઓ અને સાત પુરુષોની જ્યૂરીએ પાંચ દિવસ સુધી વિચાર-વિમર્શ કર્યા બાદ હાર્વેને થર્ડ ડિગ્રી રેપ અને ફર્સ્ટ ડિગ્રી ગુનાહિત યૌન ગતિવિધિના મામલે દોષી જણાયો હતો.
હાર્વે પર 80થી વધારે મહિલાઓએ આરોપ લગાવ્યા હતા. જેમાં તેની પૂર્વ સહયોગી મિમી હેલી અને હોલિવૂડ એક્ટ્રેસ જેસિકા માન સામેલ હતી. વિન્સ્ટીનને પ્રોડક્શન આસિસ્ટન્ટ મિમી હલેઈની સાથેની યૌન હિંસાના કેસમાં 20 વર્ષની સજા તથા જેસિકા માન સાથેના દુષ્કર્મ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. હાર્વેના વકીલ ડોના રોટુનાએ અદાલતના આ નિર્ણયને કાયરતાપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જજે આ નિર્ણય MeToo મૂવમેન્ટના દબાણમાં આવીને લીધો છે.
એક્ટ્રેસ જેસિકા માને હાર્વે પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. જેસિકાએ કહ્યું હતું કે વર્ષ 2013માં હાર્વેએ એક હોટલ રૂમમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું તો મિરિયમ હાલેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હાર્વેએ એક એપાર્ટમેન્ટમાં યૌન શોષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે હાર્વેના જ્યારે દોષિત જાહેર કરવામાં આવ્યો ત્યારે હોલિવૂડ એક્ટ્રેસિસે સોશિયલ મીડિયામાં ખુશી વ્યક્ત કરી હતી.
ભોપાલમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો વિરોધ, પોસ્ટર પર સ્યાહી ફેંકવામાં આવી
SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, FD સાથે બચત ખાતાના વ્યાજ દરમાં પણ કર્યો મોટો ઘટાડો, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement