શોધખોળ કરો
Advertisement
એક બિલના વિરોધમાં હોંગકોંગમાં ધમાલ, હજારોની સંખ્યામાં પ્રદર્શકારીઓ સંસદમાં ઘૂસ્યા ને પછી કરી તોડફોડ, જુઓ વીડિયો
ઉગ્ર બનેલા પ્રદર્શનકારીઓનો ગુસ્સો જોઇને પોલીસ માત્ર ચેતાવણી જ આપતી દેખાઇ રહી હતી. પોલીસ માત્ર મુકદર્શક બની રહી હતી
નવી દિલ્હીઃ હોંગકોંગમાં સરકાર વિરોધી પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે, સોમવારે સાંજે હજારોની સંખ્યામાં આવેલા પ્રદર્શનકારીઓ બધી સુરક્ષા બેરિકેડ તોડીને સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા, સંસદ પર કબ્જો જમાવી દીધો હતો. ઉગ્ર બનેલા પ્રદર્શનકારીઓનો ગુસ્સો જોઇને પોલીસ માત્ર ચેતાવણી જ આપતી દેખાઇ રહી હતી. પોલીસ માત્ર મુકદર્શક બની રહી હતી.
પ્રદર્શનકારીઓનો વિરોધ એક બિલને લઇને છે, હોંગકોંગમાં ચીન સમર્થક નેતા એક બિલ પર જોર આપી રહ્યાં છે, જેમાં આરોપીઓ પર કેસ ચલાવવા માટે તેમને ચીનને પ્રત્યાર્પિત કરવાની જોગવાઇ છે. આ કારણે ચીન વિરુદ્ધ ગુસ્સો છે.
આ બિલના વિરોધમાં હોંગકોંગમાં લોકો મોટી સંખ્યામાં રસ્તાંઓ પર ઉતરી ગયા હતા. આ વિરોધની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કેટલાક પ્રદર્શનકારીઓએએ માથામાં હેલમેટ પણ પહેર્યુ છે, જેથી સુરક્ષાકર્મીઓ સામે બચાવ કરી શકાય.
ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓ વિરોધ કરતાં કરતાં સંસદ ભવનમાં ઘૂસી ગયા, કેટલાકે તો સંસદની દિવાલો તોડવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાકે અંદર તોડફોડ પણ કરી હતી. પ્રદર્શનકારીઓએ દિવાલો પર પેઇન્ટિંગ બનાવી અને વિધાન પરિષદના પૉડિયમની પાસે બ્રિટિશ ઔપનિવેશક ઝંડાને પણ લહેરાવ્યો હતો.
The moment the Hong Kong police lost control, retreated from LegCo. They ran away, vastly outnumbered by the kids.#antiELAB#NoChinaExtradition#SaveHongKong pic.twitter.com/d0J6yKMyKz
— Alex Hofford (@alexhofford) July 1, 2019
Thousands of protesters are gathering outside the Legislative Council where some activists just stormed into the chamber. Here's the scene outside pic.twitter.com/y9owxWxDkz
— TicToc by Bloomberg (@tictoc) July 1, 2019
"Carrie Lam step down"
Hong Kong protesters spray paint graffiti on the walls inside the LegCo chamber and place the British colonial flag over the podium pic.twitter.com/zfc7L8gjte — TicToc by Bloomberg (@tictoc) July 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement