શોધખોળ કરો
‘હાઉડી મોદી’ અગાઉ ટેક્સાસમાં લાગ્યા બેનર્સ, લખ્યું- PM મોદીનું સ્વાગત છે
શહેરમાં અનેક સ્થળો પર હોડિંગ્સ પર લખ્યુ છે કે ટેક્સાસમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે.
![‘હાઉડી મોદી’ અગાઉ ટેક્સાસમાં લાગ્યા બેનર્સ, લખ્યું- PM મોદીનું સ્વાગત છે Houston gears up to welcome PM Modi for Howdy Modi event ‘હાઉડી મોદી’ અગાઉ ટેક્સાસમાં લાગ્યા બેનર્સ, લખ્યું- PM મોદીનું સ્વાગત છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/18223449/11.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હ્યુસ્ટનઃ અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બરમાં થનારા પ્રવાસી ભારતીયોના કાર્યક્રમ ‘હાઉડી મોદી’ અગાઉ ત્યાં વડાપ્રધાન મોદીના સ્વાગતમાં હોડિંગ્સ લાગી ગયા છે. શહેરમાં અનેક સ્થળો પર હોડિંગ્સ પર લખ્યુ છે કે ટેક્સાસમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે.
નોંધનીય છે કે રવિવારે હ્યુસ્ટનમાં પ્રવાસી ભારતીયોના કાર્યક્રમ ‘હાઉડી મોદી’માં વડાપ્રધાન મોદી હાજરી આપશે. આ કાર્યક્રમમા ભારત અમેરિકાના રણનીતિક સંબંધો પ્રદર્શિત કરવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મોદી સાથે હાજર રહેશે. આ વાતની પુષ્ટી વ્હાઇટ હાઉસે કરી હતી.
તાજેતરના ઇતિહાસમાં પ્રથમવાર હશે જ્યારે બે સૌથી મોટા લોકતંત્ર દેશના નેતા એક સંયુક્ત રેલીને સંબોધિત કરશે. નોઁધનીય છે કે આ કાર્યક્રમ માટે અમેરિકાના 50 હજાર ભારતીય અમેરિકીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)