શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં ઈમરાન ખાનની આબરુના ધજાગરા ઉડ્યા, સ્વાગત માટે ફક્ત 1 ફૂટનું કાર્પેટ
બીજી તરફ પીએમ મોદીનું હ્યૂસ્ટન પહોંચવા પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.
નવી દિલ્હીઃ અમેરિકા પહોંચવા પર એક તરફ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો બીજી તરફ પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાનની બેઇજ્જતી થઈ. પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાન સાઉદી અરબનાં વિમાનથી ન્યૂયૉર્ક પહોંચ્યા તો તેમના સ્વાગત માટે કોઈ મોટા અમેરિકી અધિકારી હાજર નહોતા રહ્યા. પાકિસ્તાને શરમજનક સ્થિતિનો સામનો ત્યારે કરવો પડ્યો, જ્યારે ઇમરાનની આગળ રેડ કાર્પેટ પણ લગભગ એક ફૂટનો જ પાથરવામાં આવ્યો.
બીજી તરફ પીએમ મોદીનું હ્યૂસ્ટન પહોંચવા પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. તેમનું રેડ કાર્પેટ વેલકમ થયું અને અમેરિકી અધિકારીઓ પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. આ જોઇને પાકિસ્તાનનાં રેલ મંત્રી ભડકી ઉઠ્યા. પાકિસ્તાની મંત્રી અમેરિકામાં મોદીનાં ભવ્ય સ્વાગત અને પાકિસ્તાનની પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અવગણના થતા ભડકી ઉઠ્યા હતા. કાશ્મીર મુદ્દે અમેરિકાને ભારતની સાથે આવતુ જોઇને પાકિસ્તાનનાં રેલ મંત્રી શેખ રશીદે કહ્યું, ‘કાશ્મીરનાં મુદ્દે અમેરિકા પર ભરોસો ના કરી શકાય.” રાશીદે આ મામલે એકમાત્ર ચીનને નજીકનું દોસ્ત ગણાવ્યું.
હવે પાકિસ્તાનના લોકો પણ PM ઈમરાનની મજાક ઉડાવી રહ્યાં છે. એક ટ્વીટર યૂઝરે લખ્યું, ‘PM ઈમરાન ખાનનું અમેરિકામાં વિશાળ રેડ કાર્પેટ વેલકક થયું. અમેરિકાની વરિષ્ઠ અધિકારી મલીહા લોધી તેમનું સ્વાગત કરવા માટે હાજર રહ્યાં.’ જણાવી દઈએ કે, મલીહા લોધી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના જ રાજદૂત છે.Who all from the US govt received PM Pakistan in New York? https://t.co/AL9GBQ4ygK pic.twitter.com/v34Snp4y30
— Naila Inayat नायला इनायत (@nailainayat) September 22, 2019
શેખ રાશીદે કહ્યું, “કાશ્મીર મુદ્દે અમેરિકાનો ભરોસો ના થઇ શકે. એક ચીન છે, જેની દોસ્તી પર વિશ્વાસ કરી શકાય છે.’ તેણે કાશ્મીરને લઇને અત્યંત ભડકાઊ ભાષણ આપતા કહ્યું કે, ‘કાશ્મીરની લડાઈ લડવામાં આવશે. પછી ભલે આમાં મરી જવાય કે મારી દેવામાં આવે.” પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં ભિંભરમાં રેલી દરમિયાન રાશીદે આ વાત કહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion