(Source: ECI/ABP News/ABP Majha)
India-China: તવાંગ અથડામણ બાદ ચીની વિદેશ મંત્રીનું મોટુ નિવેદન, કહ્યું- ભારત સાથે સંબંધો સારા રાખવા તૈયાર....
તાજેતરમાં જ સત્તારૂટ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (CPC) એ સત્તામાં વાપસી કરી છે, અને શી જિનપિંગને એકવાર ફરીથી રાષ્ટ્રપતિ પસંદ કરવામાં આવ્યો છે,
India China Relations: ભારત અને ચીની સૈનિકો વચ્ચે થોડાક દિવસો પહેલા તવાંગ સેક્ટરમાં અથડામણ થઇ હતી, જેમાં ભારતીય સૈનિકોએ ચીની સેનાના જવાનોને ભગાડી દીધા હતા. આ પછી હવે ચીને પોતાના સૂર બદલ્યા છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, ચીન (China) દ્વીપક્ષીય સંબંધોને સ્થિર અને મજબૂત વિકાસ માટે ભારત (India) ની સાથે કામ કરવા માટે તૈયાર છે. બન્ને દેશો તે સીમાવર્તી વિસ્તારોમાં સ્થિરતા બનાવી રાખવા માટે રાજી છે, જ્યાં 2020 થી તણાવ શરૂ થયો છે, 2022 માં આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને ચીનના વિદેશ સંબંધોો પર એક સેમિનારમાં વાંગે કહ્યું કે,- ચીન અને ભારત રાજનયિક રીતે અને સૈન્ય ચેનલોના માધ્યમથી સંપર્ક બનાવી રાખે છે. બન્ને દેશો સીમાવર્તી વિસ્તારોમાં સ્થિરતા લાવવા માટે રાજી છે.
તાજેતરમાં જ સત્તારૂટ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (CPC) એ સત્તામાં વાપસી કરી છે, અને શી જિનપિંગને એકવાર ફરીથી રાષ્ટ્રપતિ પસંદ કરવામાં આવ્યો છે, વાંગ યી સેમિનારમાં કહ્યું કે, અમે ભારત-ચીન સંબંધોને સ્થિર અને મજબૂત કરવા તૈયાર છીએ, વિકાસની દિશામાં ભારત સાથે કામ કરવા માટે તૈયાર છીએ.
ઉલ્લેખનીય છે કે વાંગ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (NSA Ajit Doval)ની સાથે ભારત- ચીન બાઉન્ડ્રી મિકેનિઝ્મના વિશેષ પ્રતિનિધિ છે, જે બન્ને દેશોની વચ્ચે વર્તમાન સીમા ગતિરોધના કારણે નિષ્ક્રિયા થયેલી છે.
ચીનના કૂટનીતિક કાર્યો પર પોાતના લાંબો સંબોધનમાં વાંગે કહ્યું કે, યૂક્રેન યુદ્ધ (Ukraine War) છતાં અમેરિકાની સાથે ચીનના ખરાબ સંબંધો અને રશિયાની સાથે વધતા સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમને કહ્યું કે, ભારત -ચીન સંબંધો પર સંક્ષેપમાં વાત કરી. તેમને કહ્યું કે, ચીન ભારત સાથે સારા સંબંધો રાખી આગળ કામ કરવા માંગે છે.
LAC: તવાંગમાં જ્યાં થઇ હતી અથડામણ, ત્યાં ચીને વધારી તાકાત, LAC નજીક બનાવ્યા રૉડ-રસ્તાં -
છેલ્લા એક વર્ષથી નિર્માણ કાર્ય ચાલુ -
યાંગત્સે પઠારી વિસ્તારમાં છેલ્લા એક વર્ષની સરખામણીમાં હવે ચીનની પહોંચ ખુબ આસાન થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પૉલીસી ઇન્સ્ટીટ્યૂટે આના પર મંગળવારે (20 ડિસેમ્બર) ચિંતા વ્યક્ત કરી છે.
રિપોર્ટ અનુસાર, ચીનના ડોકલામથી અરુણાચલ પ્રદેશ સુધી એટલા મોટા પાયા પર સૈન્ય તૈયારી કરી છે જેનાથી બન્ને દેશોની વચ્ચે કોઇપણ સમયે સંઘર્ષ છેડાઇ શકે છે. આ ઇન્સ્ટીટ્યૂટ અનુસાર ચીનનું આ પગલુ જાણીજોઇને ઉઠાવવામાં આવી રહ્યું છે. LACથી 150 મીટર દુરી પર રસ્તાંઓનો નિર્માણ
રિપોર્ટ અનુસાર, ચીને એલએસીની 150 મીટર સુધીના દાયરામાં એક રસ્તાનુ નિર્માણ કર્યુ છે, ઓસ્ટ્રેલિયા વિશેષણોનું કહેવુ છે કે, રણનીતિક રીતે આ વિસ્તાર એકદમ ખાસ છે, એટલા માટે ચીન ત્યાં આટલો ફોકસ કરી રહ્યુ છે. આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ચીને ખુબ મોટા પાયે નિર્માણ કાર્ય કર્યુ છે.