(Source: ECI/ABP News/ABP Majha)
Trending Plogging: આ ભારતીય યુવકે બ્રિટનમાં વગાડ્યો ડંકો, 'દેશી અભિયાન'ને બનાવ્યો હિરો
વિવેકના આ અભિયાનમાં જોગિંગ કરતી વખતે કચરો એકઠો કરવામાં આવી રહ્યો છે. વિવેક મૂળભૂત રીતે મહારાષ્ટ્રના પુનાનો રહેવાસી છે. વિવેકના આ કામની બ્રિટનમાં ચારેકોર ભારે પ્રશંસા થઈ રહી છે.
Vivek Gurav : બ્રિટનની બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી વિવેક ગુરવે ઈંગ્લેન્ડમાં સ્વચ્છતાને લઈને એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. આ ટ્રેન્ડનું નામ છે 'પ્લૉગિંગ'. વિવેકના આ અભિયાનનો બ્રિટન આખામાં ડંકો વાગી રહ્યો છે. બ્રિટનના ઘણા શહેરો વિવેક ગુરબના આ ટ્રેન્ડને અનુસરી રહ્યા છે.
વિવેકના આ અભિયાનમાં જોગિંગ કરતી વખતે કચરો એકઠો કરવામાં આવી રહ્યો છે. વિવેક મૂળભૂત રીતે મહારાષ્ટ્રના પુનાનો રહેવાસી છે. વિવેકના આ કામની બ્રિટનમાં ચારેકોર ભારે પ્રશંસા થઈ રહી છે.
વિવેકે જણાવ્યું હતું કે, તેણે સ્વીડિશ કોન્સેપ્ટથી પ્રેરિત થઈને પ્લૉગિંગ શરૂ કર્યું હતું. કન્સેપ્ટમાં જોગિંગ અને પિકઅપ જેવી બાબતો હતી, જે લોકોને તેમની સ્થાનિક શેરીઓ સાફ કરવા પ્રેરીત કરે. એવું નથી કે વિવેકે પ્લૉગિંગને માત્ર ઈંગ્લેન્ડમાં જ પ્રખ્યાત બનાવ્યું છે, પરંતુ તે ભારતમાં આ નામથી એક ગ્રુપ પણ ચલાવી રહ્યો છે. આ ગ્રુપનું નામ પુણે પ્લૉગર્સ છે અને તેમાં 10,000થી વધુ લોકો સામેલ છે. આ ગ્રુપના લોકોએ 10 લાખ કિલો કરતાં વધુ કચરો ભેગો કર્યો
બ્રિટનમાં લહેર
વિવેક ગુરવની યુનિવર્સિટીનું કહેવું છે ક, જ્યારથી તેણે પ્લૉગિંગ વિશે જણાવ્યું છે ત્યારથી 180 દેશોના સ્વયંસેવકો તેમાં જોડાયા છે અને આ લોકોએ 120 પ્લૉગિંગ મિશન હેઠળ 420 માઈલનું અંતર કાપ્યું છે. હવે આ અભિયાનને ઈંગ્લેન્ડના 30 શહેરોમાં લઈ જવામાં આવશે. આ બાબતે ગુરવ કહે છે કે, મેં બ્રિસ્ટોલ શહેરમાં જ પ્લૉગિંગ કર્યું હતું પરંતુ લોકો મને માન્ચેસ્ટર, લીડ્સ, ડર્બીમાં પણ પ્લૉગિંગ કરવાનું કહેતા હતા.
30 શહેરોમાં પ્લૉગિંગ ચેલેન્જ યોજાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બ્રિસ્ટોલ સિવાયના અન્ય શહેરોમાંથી સારો પ્રતિસાદ મળ્યા બાદ મેં યુકેના 30 શહેરોમાં પ્લૉગિંગ ચેલેન્જ લેવાનું નક્કી કર્યું છે. હું ઇંગ્લેન્ડમાં એક પ્લૉગિંગ સમુદાય સ્થાપવા માંગુ છું, જે રીતે મેં ભારતમાં સેટ કર્યું છે. આ માટે હું આખા ઈંગ્લેન્ડમાં પ્લૉગિંગ કરી શકું છું. લોકોને દિશા બતાવી શચું છે, તેમને બ્લુ પ્રિન્ટ પણ આપી શકું છે અને તેઓ જાતે જ ગ્રૂપ પ્લૉગ કરવાનું શરૂ કરી શકે છે.
ગુરવને એવોર્ડ મળ્યો છે
પોતાના પ્રયાસો દ્વારા વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર ભારતીય વિદ્યાર્થી વિવેક ગુરવને બ્રિટિશ સરકાર દ્વારા પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેઓ તેમના સમુદાયમાં પરિવર્તન લાવે છે. પુરસ્કાર પ્રાપ્ત કરવા પર ગુરવ કહે છે કે, તે આ એવોર્ડ મેળવીને આશ્ચર્યચકિત થયો હતો અને તેના પિતાને તેના પર ગર્વ છે.