શોધખોળ કરો

'ઇરાન પર ઇઝરાયેલ છોડવાનું હતું પરમાણું મિસાઇલ...' - લીક ડૉક્યૂમેન્ટમાં થયો મોટો ખુલાસો

Iran Israel Crisis: આ માહિતી સોમવારે મીટિંગના કેટલાક કલાકો પછી પ્રકાશમાં આવી, જ્યારે અમેરિકન લૉયડ ઓસ્ટીને ઇઝરાયેલમાં અમેરિકન ફ્રન્ટલાઇન એર ડિફેન્સ સિસ્ટમ THAAD ને તૈનાત કરવાની જાહેરાત કરી

Iran Israel Crisis: ઇઝરાયેલી સરકારના પ્રધાનોએ સોમવારે કહ્યું હતું કે ઇરાન સામે વળતો હુમલો "ખૂબ જ ટૂંક સમયમાં" શરૂ કરવામાં આવશે. આ માહિતી ઈઝરાયેલના રાષ્ટ્રીય મીડિયાએ આપી હતી. ઈરાને તેહરાનમાં હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયા અને બેરુતમાં હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહની હત્યાનો બદલો લેવા માટે 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર 180 બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. આ પછી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન સામે જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જોકે હુમલાની તારીખ ગુપ્ત રાખવામાં આવી છે.

ઈઝરાયેલની સરકારી માલિકીની કાન ટીવીને ટાંકીને સમાચાર એજન્સી સિન્હુઆએ કહ્યું કે ઈઝરાયેલના કેબિનેટ મંત્રીઓએ રવિવારે કેબિનેટની બેઠકમાં કહ્યું કે ઈઝરાયેલનો વળતો પ્રહાર ટૂંક સમયમાં કરવામાં આવશે. આ હુમલો ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળો પર કરવામાં આવશે.

આ માહિતી સોમવારે મીટિંગના કેટલાક કલાકો પછી પ્રકાશમાં આવી, જ્યારે અમેરિકન લૉયડ ઓસ્ટીને ઇઝરાયેલમાં અમેરિકન ફ્રન્ટલાઇન એર ડિફેન્સ સિસ્ટમ THAAD ને તૈનાત કરવાની જાહેરાત કરી. આ 'ટર્મિનલ હાઈ એર ડિફેન્સ' (THAAD) સિસ્ટમ સાથે વધારાના 100 સૈનિકો પણ તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ તેનું સંચાલન કરશે.

અમેરિકી પ્રમુખ જો બાઇડેને ઈરાનના પરમાણુ મથકો અને ઉર્જા માળખા પરના હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી અને મધ્ય પૂર્વ વિસ્તારમાં વધતા સંઘર્ષને ટાળવા માટે ઈઝરાયેલને સંયમ રાખવા વિનંતી કરી.

અમેરિકન ઈન્ટેલિજન્સ ડૉક્યુમેન્ટ્સ લીક ​​થવાને કારણે ઈઝરાયેલ કઈ મિસાઈલથી ઈરાન પર હુમલો કરવા જઈ રહ્યું હતું તે બહાર આવ્યું છે. આ મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ જેરીકો-2 છે. ઈઝરાયેલ આ મિસાઈલથી 16 ઓક્ટોબર 2024ના રોજ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. જો કે આ મિસાઈલ પાસે પરમાણુ હથિયાર નથી.

ક્યારે કરશે ઇઝરાયેલ હુમલો 
ઈરાને ઓક્ટોબરની શરૂઆતમાં ઈઝરાયેલ પર મોટો મિસાઈલ હુમલો કર્યો હતો. હજુ સુધી આ હુમલા અંગે ઈઝરાયેલ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અમેરિકી અધિકારીઓને આશા છે કે 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ઈરાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવામાં આવી શકે છે.

7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 1200 ઇઝરાયલી માર્યા ગયા હતા. આ પછી ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી છે અને અત્યાર સુધીમાં 40,000 થી વધુ પેલેસ્ટાઈન માર્યા ગયા છે. લાખો લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. હમાસના સમર્થનમાં આવેલા ઈરાન અને તેના ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહ સાથે પણ ઈઝરાયેલ યુદ્ધમાં છે.

આ પણ વાંચો

જાણો શું હતો મેનહટ્ટન પ્રૉજેક્ટ ? જંગલમાં છૂપાઇને બનાવ્યો દુનિયાનો પહેલો એટમ બૉમ્બ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Crime : પાટણમાં પ્રાથમિક શાળાના આચાર્યે બાળકી સાથે અડપલા કરતા ખળભળાટVadodara Gang Rape Case : ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓ સામે 600 પાનાની ચાર્જશીટ દાખલGujarat Rain Forecast : આજે ગુજરાતના 17 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહીGold Silver Price Hike : દિવાળીના તહેવારો પહેલા સોના-ચાંદીમાં તેજી, સોનાના ભાવ 80,900એ પહોંચ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ? 
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
Cyclone Dana: કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', બંગાળ-ઓડિશામાં હાઈ એલર્ટ  
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
વકફ બૉર્ડની મીટિંગમાં BJP-TMC નેતા ઝઘડ્યા, ટીએમસી સાંસદને હાથમાં કાચની બૉટલ વાગતા આવ્યા 4 ટાંકા
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Diwali 2024: તહેવારમાં ન કરો આ ભૂલ! ડિજિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ
War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ
CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર
CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર
Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Gujarat Rain Forecast:  રાજ્યના 17 જિલ્લામાં આજે  ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 17 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Embed widget