શોધખોળ કરો

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Iran Israel war: સમગ્ર ઈઝરાયલમાં અરાજકતાનું વાતાવરણ છે અને નાગરિકોના જીવ જોખમમાં છે. આ ગંભીર સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે.

Iran Israel war: ઈરાને ઈઝરાયલ પર લગભગ 200થી વધુ મિસાઈલો છોડી છે. સમગ્ર ઈઝરાયલમાં અરાજકતાનું વાતાવરણ છે અને નાગરિકોના જીવ જોખમમાં છે. આ ગંભીર સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ઈઝરાયલમાં રહેતા ભારતીયોને સલામત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે. ઈઝરાયલના તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે એડવાઈઝરી જાહેર કરી છે. ગંભીર સ્થિતિને જોતા ભારતે ઈઝરાયલમાં પોતાના 32,000 નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ભારતે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે જેથી નાગરિકોને કોઈ પણ પ્રકારની સહાયની જરૂર હોય તો તાત્કાલિક મદદ મળી શકે.

ઈરાનના હુમલા વચ્ચે તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરેલી એડવાઈઝરીમાં ભારતીય લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે, 'વિસ્તારની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈઝરાયલમાં તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. દરેક વ્યક્તિએ સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.

ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી છે

એડવાઈઝરીમાં આગળ લખ્યું છે કે, 'કૃપા કરીને સાવધાન રહો, બિનજરૂરી મુસાફરી ટાળો અને સુરક્ષિત આશ્રયસ્થાનોની નજીક રહો. એમ્બેસી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને અમારા તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઇઝરાયલી સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્કમાં છે.

એમ્બેસીએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

આ તમામ જરૂરી માહિતીની સાથે ભારતીય દૂતાવાસે ઈઝરાયલમાં રહેતા ભારતીય લોકો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. એમ્બેસીએ લોકોને ઈમરજન્સીના કિસ્સામાં સંપર્ક કરવા માટે બે નંબર જાહેર કર્યા છે, જે હંમેશા ઉપલબ્ધ રહેશે. આ બે નંબરો છે +972-547520711 અને +972-543278392.

અમેરિકાની ચેતવણી

અમેરિકન અધિકારીઓએ ઈઝરાયલને પહેલાથી જ એલર્ટ કરી દીધું હતું કે ઈરાન હુમલો કરી શકે છે. આમ છતાં ઈરાને ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઈઝરાયલની સેનાએ કહ્યું છે કે તમામ નાગરિકોને બોમ્બ શેલ્ટર પર મોકલવામાં આવ્યા છે અને તેમની સુરક્ષા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને તરત જ અમેરિકી સૈન્યને ઇઝરાયલના મિસાઇલ સંરક્ષણમાં મદદ કરવા અને ઇરાની હુમલાઓથી ઇઝરાયલને બચાવવા સૂચના આપી છે.

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget