શોધખોળ કરો

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

Iran Missile Attack: ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની સૌથી આધુનિક છે જેણે ઇરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.

Iran Missile Attack: ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે. જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહુએ કહ્યું કે સાંજે ઇઝરાયલ પરનો હુમલો "નિષ્ફળ" રહ્યો હતો. તેના સમર્થન માટે અમેરિકાનો આભાર માનતા તેમણે કહ્યું કે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની સૌથી આધુનિક છે જેણે ઇરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.

ઈઝરાયલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં લગભગ 181 મિસાઈલો છોડવામાં આવી હતી. ઇઝરાયલી સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે તેઓએ તેમાંથી "મોટા ભાગની" મિસાઇલોને અટકાવી દીધી હતી. જો કે, પશ્ચિમ કાંઠે એક પેલેસ્ટિનિયનનું મૃત્યુ થયું હતું અને બે ઇઝરાયલીઓ ઘાયલ થયા હતા.

વિસ્ફોટોનો અવાજ સમગ્ર ઈઝરાયલમાં સંભળાયો હતો. જેરુસલેમ અને જોર્ડન ખીણમાંથી લાઇવ રિપોર્ટિંગ દરમિયાન રાજ્ય ટેલિવિઝનના પત્રકારો જમીન પર પડી ગયા હતા. મધ્ય ઇઝરાયલના ગેડેરામાં એક શાળામાં રોકેટ પડ્યું હતું. જોકે આમાં કોઈને ઈજા થઈ નથી. હોમ ફ્રન્ટ કમાન્ડના વડા મેજર જનરલ રાફી મિલોએ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લીધી હતી.

ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, IDF એ કહ્યું કે ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ અત્યંત અસરકારક છે. સૈન્યના જણાવ્યા અનુસાર, અમેરિકાએ સમય પહેલા ઈરાન તરફથી ખતરો હોવાની જાણ કરી કેટલીક મિસાઈલોને અટકાવીને ઈઝરાયલને સુરક્ષિત કરવામાં મદદ કરી હતી. IDFએ જણાવ્યું હતું કે મધ્ય ઇઝરાયલમાં અલગ-અલગ અસરો છે. દક્ષિણ ઇઝરાયલ વધુ અસરગ્રસ્ત છે. આ હુમલામાં ઈઝરાયલની એરફોર્સની ક્ષમતાને કોઈ નુકસાન થયું નથી. IAF એરક્રાફ્ટ, એર ડિફેન્સ અને એર ટ્રાફિક કંટ્રોલ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે.

ઈરાને ઈઝરાયલને મદદ કરનારા દેશોને આપી ધમકી

આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે ઇરાને ઇઝરાયલ સામે આત્મરક્ષા કરી છે. જ્યાં સુધી ઇઝરાયલની સરકાર જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય નથી લેતી ત્યાં સુધી અમે હુમલો કરીશું નહીં. આ સાથે ઈરાની સશસ્ત્ર દળોએ મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયલના સમર્થનમાં કોઈપણ પ્રત્યક્ષ સૈન્ય હસ્તક્ષેપ સામે ચેતવણી આપી હતી. સશસ્ત્ર દળોએ કહ્યું હતું કે ઇઝરાલના સમર્થન કરનારા દેશો દ્ધારા સીધા હસ્તક્ષેપની સ્થિતિમાં તેને ઈરાનના સશસ્ત્ર દળો દ્વારા એક શક્તિશાળી હુમલાનો સામનો કરવો પડશે.

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

ટોપ સ્ટોરી

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

Embed widget